લોકાયુક્તના મામલે આજે સંભવત: ઉકેલ આવી જવાની આશા
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લોકાયુક્તના મામલે ઊભી થયેલી અનિર્ણિત સ્થિતિનું આવતીકાલે તા.૭મીના રોજ નિરાકરણ આવી જવાની સરકાર પક્ષે આશા સેવવામાં આવી રહી છે. બાકીની તમામ કાનૂની પ્રક્રિયા સરકાર પક્ષે પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાતમાં લોકાયુક્ત પદે નિવૃત્ત ન્યાયમૂર્તિ એસ.એમ. સોની નિવૃત્ત થયા બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદ ચાલતો હતો. દરમિયાનમાં કોંગ્રેસ તથા મહાગુજરાત પાર્ટી તરફથી થયેલી માંગણીના પગલે ગુજરાતના રાજ્યપાલ કમલાજીએ લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.એ. મહેતાની નિમણુક કરી હતી.
પરંતુ ગુજરાત સરકારે આ મામલે હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. જો કે તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપી દીધો છે. ત્યાં લોકાયુક્ત પદનો ચાર્જ સંભાળવાના મામલે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.એ. મહેતાએ હજુ સુધી કોઇ પ્રતિભાવ આપ્યો નહીં હોવાથી મામલો ગૂંચવાયો છે.







