રદ થયેલી મોદીની કુંભયાત્રા પાછળ રાજકીય કારણ!
પાર્ટી પોલિટિક્સ: સલામતીના કારણોસર રદ થયેલી મોદીની કુંભયાત્રા પાછળ રાજકીય કારણ
ખુદ પાર્ટીના જ કેટલાક નેતાઓની નારાજગીને પગલે મોદીની મુલાકાત રદ કરવા નિર્દેશ અપાયાની ચર્ચા
મોદીની કુંભ મુલાકાત રદ થવા પાછળનું દેખીતું કારણ સલામતી ગણાવાય છે પરંતુ રાજકીય સમીક્ષકોના અભિપ્રાય મુજબ મોદીની કુંભની મુલાકાતથી ભાજપમાં પુન: ઘમાસાણ ન સર્જાય તેની તદેકારીના ભાગરૂપે મોદીની કુંભ મુલાકાત રદ કરવામાં આવી છે. અલ્હાબાદમાં સંત સમાજ દ્વારા રામ મંદિર ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવતો ઠરાવ કરવામાં આવ્યો છે. સંત સમાજ દ્વારા કરવામાં આવેલાં આ ઠરાવ સામે ભાજપના સહયોગી અને કોંગ્રેસના આગેવાનોએ જાહેરમાં વિરોધ પ્રગટ કરતા મંતવ્યો વ્યક્ત કર્યા છે. એટલું જ નહીં, ખુદ ભાજપના કેટલાક નેતાઓએ કેન્દ્રીય મોવડીમંડળ સમક્ષ આ ઠરાવ અંગે નારાજગી વ્યક્ત કરી હોવાનું મનાય છે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...