Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> New 7 District, 22 Taluka

મોદીની જાહેરાત છતાં, નવા ૭ જિલ્લા, ૨૨ તાલુકા આજથી અસ્તિત્વમાં નહીં

Bhaskar News, Gandhinagar | Jan 27, 2013, 08:13AM IST
 
 


- મુખ્યમંત્રીની જાહેરાત છતાં સ્થાનિક વિરોધ અને ટેકનિકલ કારણો જવાબદાર

ગુજરાત સરકારે રાજ્યના મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા જિલ્લા અને તાલુકાઓનું વિભાજન કરીને નવા ૭ જિલ્લા અને ૨૨ તાલુકાઓની નવરચનાની જાહેરાત કરી હતી. જે મુજબ આ નવા જિલ્લા અને તાલુકાઓ ૨૬મી જાન્યુઆરીથી અસ્તિત્વમાં આવનાર હતા પરંતુ સ્થાનિક વિરોધ સહિ‌તના ટેકનિકલ કારણોસર આ જિલ્લાઓ ૨૬મીથી અમલમાં આવી શકશે નહીં. ૨પમીની પૂર્વસંધ્યા સુધીમાં રાજ્યના એક પણ નવા તાલુકા-જિલ્લા મથકોની કચેરીઓ ખૂલી શકી નથી.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા વિભાજનમાં નવા જિલ્લા અને તાલુકા મથક નક્કી કરવામાં સ્થાનિક લોકોની લાગણીઓને ધ્યાનમાં લેવાની સરકારને ફરજ પડી રહી છે. અનેક તાલુકા-જિલ્લાઓમાં વિભાજનને કારણે લોકવિરોધને પગલે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વિભાજનમાં ભૌગોલિક સ્થિતિ સહિ‌તની ટેકનિકલ બાબતોનો વિસ્તૃત અભ્યાસ કરવા અને આખરી નિર્ણય કરતાં પહેલાં સ્થાનિક વિરોધને ખાળવા નાગરિકોને સાંભળવા-હીયરિંગ કરવા કલેક્ટરોને સૂચના જારી કરી છે. નવા તાલુકા-જિલ્લાઓની રચના ઘાંચમાં પડવા પાછળના અન્ય કારણોમાં જે તે વિસ્તારોમાં જાહેર થયેલી ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પણ કારણભૂત ગણવામાં આવે છે. આ સ્થિતિમાં ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં નવા તાલુકાઓ અને જિલ્લાઓ અસ્તિત્વમાં આવશે નહીં.

કયા ૭ જિલ્લા અને ૨૨ તાલુકાઓ અસ્તિત્વમાં આવવાના હતા :

જિલ્લાઓ : અરવલ્લી, ગીર-સોમનાથ, બોટાદ, છોટાઉદેપુર, મહિ‌સાગર, મોરબી, દેવભૂમિ દ્વારકા

તાલુકાઓ : ગીરગઢડા, જૂનાગઢ સિટી, લાખણી, ગોઝારિયા, જેસર, ખેરગામ, શંખેશ્વર, સરસ્વતી, વાપી, વઘઈ, જોટાણા, નેત્રંગ, સૂઈગામ, થાનગઢ, ધોલેરા, વિંછિયા, ફાગવેલ, ગલતેશ્વર, બોડેલી, પોશીના, સંજેલી અને સુબીર.

 

Your Opinion
 
 
Code:
6 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment