ઉત્પાદન માટેની વિશ્વસનીયતા વૈશ્વિક બજારોમાં ઊભી કરો: મોદી
- એક્સપોર્ટ કમ્પિટીટિવનેસ ઓફ ગુજરાત-૨૦૨૦ કોન્કલેવમાં મુખ્યમંત્રીનું આહ્વાન
વિશ્વની સ્પર્ધાત્મક બજારોમાં ભારતના ઉત્પાદનોની નિકાસ માટેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપતાં રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણા ઉત્પાદન માટેની વિશ્વસનીયતા વૈશ્વિક બજારોમાં ઊભી થવી જોઇએ. તેના માટે તમારી પ્રોડક્ટમાં કોઇ ડીફ્ેક્ટ ન હોવી જોઇએ સાથોસાથ ગુણવત્તામાં કોઇ બાંધછોડ હોવી ના જોઇએ. દુનિયાના બજારમાં જગ્યા ઊભી કરવા માટે બ્રાન્ડ ઇમેજ જરૂરી છે. વ્યક્તિગત થવું અશક્ય છે. બધાંએ ભેગાં મળીને કોશીષ કરવી પડશે. ૨૦૨૦માં એક્ષપોર્ટની દુનિયામાં હિન્દુસ્તાનનું નામ કરવા માટે ગુજરાત પ્રયાસ કરીને દેશની મોટી સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
તેમણે હિન્દીમાં પોતાનું ભાષાણ આપતી વખતે જાપાનનું ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે, નિકાસમાં ૨પમાંથી ૩પ ટકા પર જવાની વાત છે. ત્યારે બદલાવ લાવવાની જરૂર છે. મેઇડ ઇન જાપાન લખેલી કોઇપણ ચીજની ચકાસણી વગર ખરીદવામાં આવે છે. કેમ કે તેની બ્રાન્ડ નેમ છે.
તેમણ કહ્યું કે, બડી આંખો વાલે કે વર્હાં છોટી આંખોવાલે ચલ ગયે. તે જ રીતે મેઇડ ઇન ઇન્ડિયાની બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા અને ભવિષ્યમાં વિવિધ માનવસમાજોની ઉત્પાદનની જરૂરિયાતો અને માંગ વિશે અત્યારથી જ ફયુચરિસ્ટીક એક્ષ્પોર્ટ સ્ટ્રેટેજી તૈયાર કરવાની જરૂર પર ભાર મૂકયો હતો.
ગુજરાતના ડેટા યોગ્ય નથી હોતા :
કેન્દ્ર સરકારના ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ડો. અનુપ કે. પુજારીએ વૈશ્વિક ઔદ્યોગિક પ્રવાહો અને તે સામે ગુજરાતની ઉદ્યોગ ક્ષમતાઓ-સિધ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત તરફથી ઘણી વખત મોકલવામાં આવતા ડેટા યોગ્ય હોતા નથી.
ગુજરાત વિઝન-૨૦૨૦નું વિમોચન :
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના પરિસરમાં યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એક્સપોર્ટ કમ્પિટીટીવનેસ ઓફ ગુજરાત વિઝન- ૨૦૨૦ પુસ્તકનું વિમોચન કરાયું હતું.





