Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> Modi Announced That Will Make Gujarat Skill Development Corporation

ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાશે: મોદીની જાહેરાત

Bhaskar News, Gandhinagar | Jan 10, 2013, 00:04AM IST
 
 


નવી રચના: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત

સ્કિલ ડેવલપમેન્ટના પેનલ ડિસ્કશનમાં હુન્નર કુશળ યુવા માનસની ગરિમા પ્રસ્થાપિત કરવા પર ભાર મૂકતા મોદી


ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કાર્યરત કરવાની જાહેરાત કરતાં રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હુન્નર કુશળ યુવા માનસની ગરિમા પ્રસ્થાપિત કરવા ઉપર ભાર મૂકયો હતો. સ્કિલ ડેવલપમેન્ટની સાથે સોફ્ટ સ્ક્રીલ ડેવલપમેન્ટની તાલીમ સુવિધા ઉપલબ્ધ કરવા ગુજરાત સરકારે પહેલ કરી છે.

સ્કિલ ડેવલપમેન્ટના પેનલ ડિસ્કશનમાં સ્કિલ યુથ વર્ક ફોર્સ માટે હિ‌ન્દુસ્તાન દુનિયામાં પોતાનો પ્રભાવ પાથરી શકે છે એનો નિર્દેશ આપતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હિ‌ન્દુસ્તાનની ૬પ ટકા યુવાશક્તિને કૌશલ્ય વિકાસ માટે સામથ્ર્યવાન બનાવવા પ્રેરક સૂચન કર્યું હતું. સમાજ જીવનમાં વ્હાઇટ કોલર જોબના પ્રભાવની દુર્બળતાએ શ્રમ-પરિશ્રમનું મહત્વ ઘટાડી દીધું છે. શ્રમની પ્રતિષ્ઠા માટે યુવામાનસમાં હીનભાવ નહીં પરંતુ કુશળ હુન્નર યુવા તરીકેનો ગૌરવ દરજ્જો પ્રાપ્ત થવો જોઇએ.

તેમણ કહ્યું કે, હુન્નર કુશળ યુવાનોનું સ્થાન સમાજજીવનામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત બને તેવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂકયો હતો. સાથોસાથ માનવ-ગરિમાએ ભારત જેવા યુવાશક્તિના પ્રભાવી દેશોમાં ઓટોરિક્ષા ડ્રાયવર પણ પાઇલોટની પ્રતિષ્ઠાથી કમ નથી એવી માનસિકતા ઊભી થવી જોઇએ. તેમણે કહ્યું હતુંકે, આઇટીઆઇ પાસ બે વર્ષ ડિપ્લોમાં લેનારાને ૧૦ અને ૧૨માં ધોરણ સમકક્ષ ગણવાના ક્રાંતિકારી સરકારી નિર્ણયથી તેના માટે ઇજનેરી-ટેકનિકલ એજ્યુકેશનના ઉચ્ચ અભ્યાસ માટેના દરવાજા ખૂલી ગયા છે.

આપણું હિ‌ન્દુસ્તાન સૌથી યુવા દેશ છે અને સ્કૂલ ડેવલપમેન્ટનું વિઝન સમગ્ર વિશ્વમાં કેવા અને કયા પ્રકારના સ્કિલ્ડ વર્કફોર્સની માંગ છે તેનો વ્યૂહાત્મક અભ્યાસ કરીને કલસ્ટર એપ્રોચથી માનવ સંશાધન માટેના કૌશલ્ય વિકાસના તાલીમ ર્કોસની સુવિધા ઉપલબ્ધ કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. નીડ બેઇઝ કલસ્ટર એપ્રોચ સ્કિલ ડેવલપમેન્ટ વિઝન વિકસાવવા તેમણે દિશાનિર્દેશ કર્યો હતો. સ્કિલ ડેવલપમેન્ટ સાથે સ્ક્રીલ અપગ્રેડેસનની જરૂર ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પોતે પ૦૦ સ્કિલ ડેવલપમેન્ટ ર્કોસની જાહેરાત કરી હતી.

 

Your Opinion
 
 
Code:
7 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment