ખેલ મહાકુંભ અંગે મોદી-કપિલ દેવ વચ્ચે ચર્ચા
ગાંધીનગર : ભારતીય ક્રિકેટના વરિષ્ઠ નિવૃત્ત ઓલરાઉન્ડર કપિલ દેવે ગુરુવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. શરૂઆતમાં આ બેઠકને લઈ થોડું કુતૂહલ સર્જાયું હતું પરંતુ તે પછી મોદીએ તેમના બ્લોગમાં કપિલ દેવ સાથેની મુલાકાત અને ચર્ચાની વિગતો જાહેર કરી હતી. જેમાં તેમણે ૧૯૮૩માં કપિલ દેવની કપ્તાની હેઠળ ભારતીય ટીમે જીતેલા વર્લ્ડ કપની યાદો પણ તાજી કરાઈ હતી. ગુજરાતમાં યોજાતા ખેલ મહાકુંભની વિગતો પણ ચર્ચાઈ હતી.
તસવીરો: કલ્પેશ ભટ્ટ