- વિશ્વકક્ષાની શૈક્ષણિક વ્યવસ્થા દ્વારા ભારત નિપુણતા ધરાવતા વ્યવસાયિકોની માંગ પૂરી કરી શકે છે
- ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ફોર એકેડમિક ઇન્સ્ટિટયૂશન્સનો પીડીપીયુ ખાતે પ્રારંભ
'ભારતની શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તામાં સુધારો કરીને વિદેશી યુનિવર્સિટીઓના સહયોગમાં વૈશ્વિક કક્ષાની સંસ્થાઓનું નિર્માણ કરાય તો આગામી દિવસોમાં ભારત વિશ્વ કક્ષાએ યોગ્ય નિપુણતા ધરાવતા વ્યવસાયિકોની માંગ પૂરી કરવા માટે સક્ષમ છે.’ તેમ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ) ખાતે બે દિવસ માટેની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ફોર એકેડમિક ઈન્સ્ટિયુશન્સનું ઉદ્ધાટન કર્યા બાદ કહ્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છઠ્ઠી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટની મુખ્ય મધ્યવર્તી થિમ જ 'નોલેજ’ છે.
આ એકેડમિક કોન્ફરન્સના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ ગુજરાત સમીટ-૨૦૧૩ના ભાગરૂપે યોજાનારી આ કોન્ફરન્સને સૌથી મહત્વની જણાવીને તેમણે કહ્યું કે,'દેશની ૬પ ટકા વસતિ ૩પ વર્ષથી નીચેની છે,જ્યારે ૨૦૨૦ સુધીમાં નાગરિકોની સરેરાશ ઉમંર ૨૯-૩૦ વર્ષ હોવાનો અંદાજ છે. ત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં નિપુણતા ધરાવતા પ્રોફેશનલ્સની માંગ ઉભી થશે. ભારત જો શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા સુધારશે તો આ માંગને પૂરી કરવા સક્ષમ છે.’ (તસવીરો: કલ્પેશ ભટ્ટ)
કોન્ફરન્સમાં કોણ શું બોલ્યા : વાંચવા તસવીરો બદલો....