Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » 15 December Run For Unity Gandhinagar Modi

૧પ ડિસેમ્બર ગુજરાત માટે ‘મહાદિન’, મોદી કહેશે 'રન ફોર યુનિટી’!

Bhaskar News, Gandhinagar | Oct 31, 2013, 00:19AM IST
૧પ ડિસેમ્બર ગુજરાત માટે ‘મહાદિન’, મોદી કહેશે 'રન ફોર યુનિટી’!

મોદીએ મહાત્મા મંદિર ખાતે વર્કશોપ યોજ્યો

નેતાઓ, એનજીઓના પ્રતિનિધિઓ જોડાયા




૧પમી ડિસેમ્બરે સરદાર પટેલની પૂણ્યતિથિના દિવસે દેશમાં પ૨પ સ્થળે એક જ સમયે અને એકસાથે યુવાનોની મેરેથોન દોડ 'રન ફોર યુનિટી’ યોજાશે. આ જ દિવસથી લોખંડ એકત્રીકરણ અભિયાન વેગ પકડશે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે દેશનાં તમામ ગામોમાંથી લોખંડ એકત્રીકરણ અભિયાનના માર્ગદર્શન માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં વર્કશોપ યોજ્યો હતો. મંત્રીઓ, ધારાસભ્યો, પક્ષના નેતાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોમાંથી આવેલા આગેવાનોને મોદીએ સંબોધન કર્યું હતું અને લોખંડ એકત્રીકરણ અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.



ડિસેમ્બર મહિ‌નામાં શરૂ થનારું લોખંડ એકત્રીકરણનું આ અભિયાન લગભગ ચાર મહિ‌ના સુધી ચાલશે, જે માટે તમામ રાજ્યોમાં ગુજરાતમાંથી ટીમો મોકલવામાં આવશે, જે સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહીને કામ કરશે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

 

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 6

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment