કાલુપુર ઘીબજાર પાસે ગુરુવારે રાત્રે એસટી બસની અડફેટે આવી જવાથી એક અજાણી મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે કાલુપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉમિયા ડેરી સામેથી ગુરુવારે રાતે ૮.૩૦ વાગ્યે પૂરઝડપે પસાર થઇ રહેલી એસટી બસના ચાલકે પપ વર્ષની આશરાની અજાણી મહિલાને અડફેટે લીધી હતી. માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થવાથી મહિલાનું મોત નીપજ્યું હતું.આ અંગે પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી મરનાર મહિલાની ઓળખવિધિ સહિતની તપાસ હાથ ધરી છે.
પાણીની ટાંકીમાં પડી જતાં મહિલાનું મોત
રામોલ સૂરેલિયા રોડ અમીકુંજ સોસાયટીમાં રહેતાં રેખાબહેન પંકજભાઇ પ્રજાપતિ(૩૨) ગુરુવારે સવારે ૯ વાગ્યે મકાનમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો નળ બંધ કરવા જતા અકસ્માતે ટાંકીમાં પડી જવાથી તેમનું મોત નિપજ્યું હતું.