Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Vajubhai Will Be On Assembly Adhyaksh Post

અધ્યક્ષપદે વજુભાઈની સંભાવના, મોદીને રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી?

1 of 6 Photos

- મોદીને ભાજપમાં રાષ્ટ્રિય કક્ષાએ મહત્વની જવાબદારી સોંપાય તેવા સંકેત
- બજેટ સત્ર પહેલાં મંત્રીમંડળનાં વિસ્તરણની શક્યતા


દિલ્હી ખાતે ભાજપના રાજકીય રાજકારણમાં ફેરફારના સંકેતની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ ભાજપમાં રાષ્ટ્રિય કક્ષાએ સ્થાન મળે તેવી સંભાવના આકાર પામી છે. મોદીને ભાજપના વડાપ્રધાનપદના સંભવિત ઉમેદવારો પૈકીના એક તો માનવામાં આવે જ છે, પરંતુ દરમિયાનમાં તેમને પ્રાથમિક તબક્કે ૨૦૧૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીના ભાજપની પ્રચાર સમિતિના વડા જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાશે.

આવી પરિસ્થિતિમાં આગામી ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ દરમિયાન યોજાનારા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અગાઉ વર્તમાન ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તર થાય તેવી પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે ગુજરાત ભાજપના રાજકારણમાં પણ બંધબારણે ગરમી આવી ગઈ છે. હાલને તબક્કે તો ભાજપના સૌથી સિનિયર, પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને વિધાનસભાના અધ્યક્ષનું પદ આપવાનો માર્ગ મોકળો કરી દેવાયો છે.

અગાઉ તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ૨૩મી જાન્યુઆરીએ વિધાનસભાના સત્રના પ્રારંભે અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપ તરફથી તેમની ઉમેદવારીને માન્ય રખાઈ હોવાથી તેમણે કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. હવે ભાજપ તરફથી કાર્યકારી અધ્યક્ષના પદ માટે ડો. નીમાબેન આચાર્યને સ્થાન આપવાનું નક્કી કરાયું છે.

કાર્યકારી અધ્યક્ષપદેથી વજુભાઈ વાળાએ રાજીનામું આપ્યું, આગળ વાંચવા તસવીરો બદલો...


Your Opinion
 
 
Code:
7 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment