-ઉડતા પતંગ જોઈ સુરંગ ઉત્તર દિશામાં ખોદી
-કેળાનું ઝાડ પડયું અને બે ફૂટનો ખાડો પડી ગયો..બસ પછી આવ્યો સુરંગ ખોદવાનો આઈડિયા
સિરિયલ બ્લાસ્ટના ઈન્ડિયન મુજાહિદ્દીનના આરોપીઓ ખૂંખાર જ નહીં બલકે ખૂબ જ ચબરાક પણ હતા. ક્રાઈમ બ્રાન્ચે કરેલા ચોંકાવનારા ખુલાસા પ્રમાણે છોટા ચક્કરના બેરેક નંબર ૪-૨ના પાછળના ભાગે આવેલી ખૂલ્લી જગ્યામાં એક કેળાનું ઝાડ હતું. આ કેળાનું ઝાડ જાન્યુઆરી ૨૦૧૩ના બીજા સપ્તાહમાં પડી જતા ત્યાં બે ફૂટનો ખાડો થઈ ગયો હતો. આ જોઈને ચાલાક હાફીઝ હુસૈનને સૂજ્યું કે માટી પોચી છે ત્યાં સુરંગ ખોદી શકાય છે. પરંતુ આ કેદીઓ લાંબા સમયથી જેલની બહાર નીકળ્યા ન હતા એટલે કઈ બાજુ વસતી છે તે જાણવું તેમના માટે માટી સમસ્યા હતી.
ફરી મોતના આ સોદાગરોએ દિમાગથી કામ લીધું. ઉત્તરાયણમાં ઉત્તર દિશામાં ઉડતા પતંગનો જોઈને નક્કી કર્યું કે પતંગ ઉડે છે એટલે ત્યાં વસતી હશે અને વસતી હશે તો રસ્તો હશે..બસ પછી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં શરૂ કર્યું સુરંગ ખોદવાનું કામ...
>>>આગળ વાંચોઃ હાફીઝે જેલ સ્ટાફને કેવી રીતે બનાવ્યો હતો બેવકૂફ
તસવીરો: વિજય ઝવેરી