DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
બોટમાં સફારી, ટોચ પર ટી ફેક્ટરી!
City Reporter, Ahmedabad
| Jul 01, 2012, 01:55AM IST

ત્રિવેન્દ્વમ ઝૂમાં જોયેલા એનિમલ્સને હવે જંગલમાં મુકત વહિરતા જોવા અમે ટેકડીની જંગલ સફારી કરી. ટેકડીમાં બન્ને બાજુ જંગલ અને વચ્ચે નદી છે એટલે બોટમાં જ ફરીને જંગલની મજા માણવાનું નક્કી કર્યું.અમે બહુ જ નજીકથી નદીમાં પાણી પીતા, મસ્તી કરતા હાથી, રિછ, સાબરને જોયા. શહેરમાં ક્યારેય ન જોવા મળે તેવા સુંદર પક્ષીઓ અને તેમનો કલરવ પણ માણ્યો.
બોટ સફારી પછી અમે જંગલમાં એલફિન્ટ સફારીની મજા પણ માણી. ટેકડીની જંગલ સફારી અને ત્યાંના સ્પાઈસ ગાર્ડન (તેજાના-મરીમસાલાના બગીચા) ખૂબ સુંદર છે. ખેડૂતોએ ગાર્ડનમાં સ્પાઈસીસ કેવી રીતે ઉગે છે તેના વિશેની જાણકારી પણ આપી. ટેકડી બાદ અમે પહોચ્યા મુન્નાર. મુન્નારમાં હિલ સ્ટેશન, વોટર ફોલની મજા માણી અને કેરેલા અને તમીલનાડુની બોર્ડર પર, દુનિયાની સૌથી ઊંચી ટોચ પર આવેલી ટી ફેકટરીની પણ મુલાકાત લીધી.
ત્રિવેન્દ્વમ, અષ્ટમુડી,ટેકડી અને મુનારની અમારી ટ્રિપ અમારી ફેમિલી ટ્રિપ લાઈફ ટાઈમ એક્સપિરીયન્સ રહ્યો.બોટમા કરેલી જંગલની સફર ક્યારેય નહીં ભૂલાય ! (એક મલ્ટી નેશનલ કંપનીના સીએ પંખીલ શાહે સિટી ભાસ્કરને જણાવ્યા અનુસાર)
ટૂર પ્લાન વખતે શું ધ્યાન રાખશો?
કઈ રીતે જશો ? અમદાવાદથી ફ્લાઈટમાં મુંબઈ અને મુંબઈથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ. ત્યાંથી બાય રોડ અષ્ટમુડી ૮૦ કિ.મી.
કેટલો ખર્ચો : વેકેશનમાં જાઓ અને ફાઈવ સ્ટાર અને થ્રી સ્ટાર પ્રોપર્ટીઝમાં રહો તો કપલ દીઠ દોઢ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય.






