મ્યુનિ. હદમાં સમાવેશ થયો ત્યારે ચાંદખેડાના રહીશોને હવે વિશાળ તંત્ર ધરાવતા મ્યુનિ. કોર્પો. તરફથી તમામ પ્રકારની સેવા અને સુવિધા મળશે તેવી આશા હતી, પરંતુ સફાઈનો અભાવ, પીવાનાં પાણીની તંગીથી ત્રસ્ત ચાંદખેડાના નાગરિકો અગાઉના નગરપાલિકા શાસનના વખાણ કરતાં થાકતા નથી.
ચાંદખેડાનો મ્યુનિ. હદમાં સમાવેશ થયાને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજની તારીખે ચાંદખેડા હાઉસિંગ વસાહતમાં સફાઈના નામે મીંડું છે અને ઠેર ઠેર કચરાના ઢગલા પડેલા તથા ગટરો પણ ખુલ્લી અને અડધી ખુલ્લી જોવા મળે છે, તેમજ પીવાનાં પાણીની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.