Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Shovel And Axe Sand Will Match To Tunnel Sands

પાવડા-કોદાળી પરની માટી સુરંગની માટી સાથે મેચ કરાશે

Bhaskar News, Ahmedabad | Feb 15, 2013, 01:21AM IST
 
 

- જેલ સત્તાવાળાઓની ગુનાઈત બેદરકારી ખુલ્લી પાડવા પ્રયાસ કરાશે
 
સુરંગકાંડમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે એટલું તો કબૂલ્યું છે કે જેલ સ્ટાફની ગુનાઈત બેદરકારી પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે, પરંતુ તેને પ્રસ્થાપિત કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે મજબૂત પુરાવા એકત્ર કરવા પડશે. આ જ કારણ છે કે ક્રાઈમ બ્રાન્ચે આખરે નિર્ણય કર્યો છે કે જેલમાં ગાર્ડનિંગ માટે વપરાતા અને ખાસ કરીને બેરેક નંબર ૪-૨માં કયારી અને ફૂલ-ઝાડ રોપવા વપરાતા પાવડા કોદાળી પરના માટીના નમૂના લઈ તેને સુરંગમાંથી નીકળેલી માટી સાથે મેચ કરવા. આ કરવાથી તેમને એ માલુમ પડશે કે સુરંગ ખરેખર સળિયા અને થાળીઓથી ખોદાયેલી છે કે પછી જેલ સ્ટાફે જ તેમને પાવડા અને કોદાળી પૂરા પાડયા હતા.
 
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ફરિયાદના અંતમાં લખાયું છે કે સુરંગનો પર્દાફાશ થયા બાદ બેરેકોની તલાશી અને આરોપીઓની ઝડતીમાં સમય લાગ્યો હતો. જો કે આ કારણ ક્રાઈમ બ્રાન્ચને ગળે ઉતરતું નથી. ક્રાઈમ બ્રાન્ચ એમ માને છે કે પોતાની ગંભીર બેદરકારી છૂપાવવા જેલ સ્ટાફે ઘણી બધી વસ્તુઓ સગેવગે કરી હશે. તેમાં પાવડા અને કોદાળી પણ હોઈ શકે. 
 
આ માટે ક્રાઈમ બ્રાન્ચ આ સાધનો કબજે કરી તેના પર લાગેલી માટીના નમૂના સુરંગમાંથી ખોદાયેલી માટી સાથે મેચ કરવા માટે એફએસ એલમાં મોકલશે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું હતું કે જો આ ચકાસણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો જેલ સ્ટાફની મિલિભગત વૈજ્ઞાનિક ઢબે સાબિત કરી શકાશે અને તેમની ધરપકડ સુધીના પગલાં લઈ શકાશે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ આર એન્ડ બી ( રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ)ને પણ માટીના નમૂના એકત્ર કરવા સૂચના આપશે.
 
જેલ તંત્ર કેમ કાયમી તલાશી લેતું ન હતું ?
 
પત્રકારોને સંબોધતા ક્રાઈમ બ્રાન્ચના જેસીપી અરુણકુમાર શર્માએ કહ્યું હતું કે સિરીયલ બ્લાસ્ટના આરાપીઓ જેલમાંથી ભાગી જવાના છે તેવા ગુપ્તચર અહેવાલો આવ્યા હતા. જો કે જોવાની વાત એ છે કે આ અહેવાલો આવ્યા હોવા છતાં આપણી પોલીસ શું કરતી હતી. ચર્ચા છે કે અહેવાલો હોવા છતાં જો જેલના અધિકારીઓ બોમ્બકાંડના આરોપીઓની તલાશી લેતા ડરતી હોય તો આપણી સુરક્ષા કેવી રીતે કરી શકશે. ખુદ જેલોના એડી ડી જી પી કહે છે કે આરોપીઓ તલાશી લેવા જતા લોકો પર હુમલો કરી ખોટા આક્ષેપો કરતા હતા. તેથી સિપાઈ બેરેકમાં તેમની હાજરી લઈને પરત ફરતા હતા. બબ્બે મહિ‌ના સુધી તલાશી લેવાઈ ન હતી. 
 

Your Opinion
 
 
Code:
3 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment