Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Shilben Lost Her Son And Grand Daughter In 2001 Earthquake

''રાજુ-શિખાની તસવીરને અમે ક્યારેય પણ હાર પહેરાવ્યો નથી’’

Bhaskar News, Ahmedabad | Jan 26, 2013, 00:05AM IST
''રાજુ-શિખાની તસવીરને અમે ક્યારેય પણ હાર પહેરાવ્યો નથી’’

આ લાગણીસભર અને હૃદયસ્પર્શી શબ્દો છે શીલાબેન શાહના જેમણે ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપમાં તેમનો પુત્ર રાજુ અને માત્ર અઢી વર્ષની લાડકી પૌત્રી શિખાને ગુમાવ્યા હતા. તેમના મૃત સ્વજનો તેમની સાથે જ છે તેવી અનુભૂતિ કરી રહેલા ધીરજલાલ શાહ પરીવારે, અમદાવાદના વસ્ત્રાપુરની લાડ સોસાયટી ખાતેના તેમના નવનિર્મિ‌ત મકાનનુ નામ પણ 'રાજ-શિખા’ રાખ્યું છે.ભૂકંપમાં ભૂજ ખાતેના ધરાશયી થઇ ગયેલા જૈન ભવનમાં મૃત્યુ પામેલા ૨૮ વર્ષીય રાજુભાઈ અને શિખા પર કાળચક્ર ફરી વળ્યું હતું. અલબત મક્કમ હૃદયે દુખદ વાસ્તવિકતાને સ્વીકારી, રાજુભાઈની પત્ની રૂપલબેનના બીજા લગ્ન કરાવી આપ્યા. પરિવારના જયેષ્ઠ પુત્ર, શિક્ષણ જગત સાથે સંકળાયેલા મનીષભાઇએ તેમના પરીવારના બંન્ને સદગત સ્વજનોની યાદ ચિરંજીવી રાખવા 'રાજુ-શિખા’બંગલાનું નિર્માણ કરાવ્યું. ભૂકંપની ૧૨મી તિથિની પૂર્વસંધ્યાએ શાહ પરિવાર તેના પરિવારના સંસ્મરણોરૂપી ફોટો આલબમ જોઇ આનંદિત જણાય છે. ત્યારે 'જીવન ચલને કા નામ’ કથન શાહ પરીવાર સાર્થક કરી રહ્યો છે. પરિવારના મોતી સમા માતા શીલાબેન કહે છે. 'અમે આજદિન સુધી રાજુ-શિખાની તસવીરને હાર પહેરાવ્યો નથી અને તેમના નામની આગળ 'સ્વ’ શબ્દ પણ નથી મૂક્યો કારણ કે તેઓ આજે પણ અમારી સાથે જ રહે છે - 'રાજુ-શિખા’માં!!



ફોટો સ્ટોરી : કલ્પિત ભચેચ

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 10

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment