નાના અધિકારીઓનો ભોગ લઈ મોટાને બચાવી લેવાશે તેવી ચર્ચા
સુરંગકાંડના બીજા જ દિવસે જેલના ડીઆઈજી અમિતકુમાર વિશ્વકર્માએ, જેલના એસપી આર.જે.પારઘી સહિતના અધિકારીઓની ગંભીર બેદરકારીને છતી કરતો રિપોર્ટ આપી દીધો હોવા છતાં હજી સુધી, નાના અધિકારીઓ સિવાય કોઈ મોટા અધિકારી સામે કેમ પગલાં નથી લેવાયા તેવી ચર્ચાએ લોકોમાં જોર પકડયું છે. લોકો તો ઠીક પણ હવે તો કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ કહી રહ્યા છે કે જો સરકારે સુરંગકાંડની તપાસમાં સમિતિની રચના કરવી હતી તો પછી મોટા ઉપાડે અમિત વિશ્વકર્માને કેમ ૪૮ કલાકમાં રિપોર્ટમાં આપવા આદેશ આપ્યો હતો.
સમિતિની રચના પણ મોટા અધિકારીઓને બચાવવા અપાઈ છે અને ૪૨ ફૂટની લાંબી સુરંગમાં હવે દાટી દેવાશે જેલ અધિકારીઓની ગંભીર બેદરકારી..? વિશ્વકર્માએ પોતાના રિપોર્ટમાં જેલના સુપ્રિ. આર.જે.પારઘીને સુરંગકાંડ માટે જવાબદાર ઠેરવ્યા છે. જેલ તંત્રની આવી ગંભીર બેદરકારી અમિત વિશ્વકર્માએ પોતાના રિપોર્ટમાં છતી થઈ હોવા છતાં ગૃહ વિભાગ સમિતિઓની રચના કરે તે જેલના અધિકારીઓને બચાવવાનો કારસો હોવાનું લોકો માની રહ્યા છે.(આગળ વાંચોઃ સિરીયલ બ્લાસ્ટનો આરોપી કયામુદ્દીન ખૂટતી કડી હોઈ શકે)