સમગ્ર રાજ્યમાં બે દિવસથી પડી રહેલી કાંતીલ ઠંડીનું શુક્રવારે જોર ઘટ્યું હતું. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનમાઇનસ બે ડીગ્રી નોંધાયું છે. જ્યારે વિસનગરમાં ઠંડીથી ઠુંઠવાઇ જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલોલમાં ભિક્ષુક મહિલાનું મોત નિપજ્યું છે. આજે સમગ્ર કચ્છ સહિત રાજ્યમાં રાહત અનુભવાઇ છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી, ભુજમાં ૮.પ ડિગ્રી તેમજ કંડલામાં ૧૧.૬ ડિગ્રી નોંધાયું હતું.
તો ભુજમાં પવનની ઝડપ ૧૦ કિમી, નલિયામાં ૬ કિમી તો કંડલામાં ૪ કિમી રહી હતી . ઉત્તર ગુજરાતમાં બે દિવસથી પડી રહેલી કાંતીલ ઠંડીનું શુક્રવારે જોર ઘટયું હતું. જ્યાં મહેસાણાનું લઘુત્તમ તાપમાન પ.૬ અને ડીસાનું લઘુત્તમ તાપમાન પ.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઇડરનું લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાતાં લોકોને ઠંડીએથી રાહત મળી હતી.
વડોદરામાં ૭ ડિગ્રી, આણંદમાં ૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. હાલોલમાં આધેડ મહિલા ભિક્ષા માંગી જીવન વિતાવતી હતી. હાલોલ પોલીસ સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગઇ હતી. પરંતુ હાડ થીજાવતી ઠંડી સામે લડત આપવામાં નિષ્ફળ જતા તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આમ કુલ બે જણાનાં મોત નિપજયા છે.