Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

મોડે મોડે તંત્રની ઠંડી ઊડતાં શાળાઓ મોડી શરૂ કરવા નિર્ણય

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:38 AM [IST](11/02/2012)
 
 
 
 
 

શાળાઓ દ્વારા પંદર મિનીટથી એક કલાક શાળા મોડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો વિદ્યાર્થીઓના હિ‌તમાં શહેરની કેટલીક શાળાઓ દ્વારા સ્વેચ્છાએ સમયપત્રકમાં ફેરફાર કરાયો


શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની શરૂઆત થવાની સાથે જ શહેરમાં ચાલતી સવારની શાળાઓના સંચાલકોની પણ ઠંડી ઉડી છે. છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જારી રહ્યો હોવાના કારણે સવારની શાળામાં જતાં વિદ્યાર્થીઓએ ઠંડીનો ભોગ બનવું પડતું હતું. જેને કારણે ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહેવા પામતાં સત્તાવાળાઓએ હવે મોડે મોડે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે.


વિવિધ શાળાઓએ પોતાના સમયમાં પંદર મિનિટથી લઈને એક કલાક સુધીનો ફેરફાર કર્યો છે. ભારે ઠંડીના પગલે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળે છે, તેમાંય કે.જી.ના ક્લાસ તો ખાલીખમ જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો વધી જતાં સવારે વહેલા સ્કૂલે જતા વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની હતી.


શહેરની કેટલીક શાળાઓ દ્વારા તો વર્ષના પ્રારંભે જ બે સમયપત્રક જાહેર કરી દેવામાં આવે છે, જેમાં શિયાળા દરમિયાન સ્કૂલનો સમય મોડો રાખવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓ શિયાળામાં પણ મુશ્કેલી વગર સ્કૂલે આવી શકે.


સ્કૂલનો સમય ૮ વાગ્યાનો કર્યો છે


શહેરમાં ભારે ઠંડીના પગલે વિદ્યાર્થીઓને શાળામાં આવવું મુશ્કેલ ન બને તે માટે અમે સ્કૂલનો સમય ૭ વાગ્યાના બદલે ૮ વાગ્યાનો કર્યો છે અને આગામી એક સપ્તાહ સુધી આ સમય મુજબ જ શાળા ચાલુ રખાશે. - મહેશ ઠક્કર, આચાર્ય, કુમકુમ વિદ્યાલય


ઠંડી દરમિયાન સ્કૂલનો સમય બદલીએ છીએ


અમે સ્કૂલ શરૂ થાય ત્યારથી જ વાલીઓને શાળાનાં બે સમયપત્રક અંગે જાણ કરી દઈએ છીએ. જેમાં વિન્ટર દરમિયાન સ્કૂલનો સમય પંદર મિનિટ મોડો રાખવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે. - આશિષ દેસાઈ, ટ્રસ્ટી, નિર્માણ સ્કૂલ


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.