ગુજરાત સરકારમાં ફરજ બજાવી ચૂકેલા સનદી અધિકારી સંજય ગુપ્તાને ૧૨ હજાર કરોડના મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા)ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સરકાર દ્વારા નિયુક્ત કરાયા છે.
૧૯૮૫ની બેચના સનદી અધિકારી ગુપ્તા વર્ષ ૨૦૦૨માં સરકારમાંથી રાજીનામું આપીને અદાણી ગ્રૂપમાં જોડાયા હતા. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની સ્થાપનામાં સિંહફાળો આપનારા સંજય ગુપ્તાએ રેકોર્ડ ટાઇમમાં રાજ્યના અનેક પાવર-ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટ્સ સમયમર્યાદા પહેલાં પૂરા કર્યા છે.
ત્રણ મુખ્યમંત્રીઓના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી) તરીકે ફરજ બજાવનારા સંજય ગુપ્તા ગ્રેટ પરફોર્મર અને મેન ઓફ વિઝન તરીકે ઓળખાય છે. હાલ તેઓ કેમ્બે ગ્રૂપ ઓફ હોટેલ્સ અને રિસોર્ટના ચેરમેન છે. હવે તેઓ મેટ્રોરેલ માટેની કામગીરીનો હવાલો પણ સંભાળશે.