Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Rain In Gujarat Mahuva Three Inch

ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદઃ મહુવામાં ૩ ઈંચ

Bhaskar News, Ahmedabad | Jun 17, 2012, 00:08AM IST
 
 


સોરઠમાં ઝાપટાં, લાલપુરમાં પોણો ઈંચ, સાવરકુંડલા પંથકમાં દોઢથી બે ઈંચ


સૌરાષ્ટ્રમાં શનિવારનો દિવસ ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે શુકનિયાળ સાબિત થયો હતો. ગોહિ‌લવાડના મહુવા પંથકમાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં દોઢથી બે ઈંચ જયારે રાજુલા અને લીલિયા વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.


બાબરા, ધારી અને વડિયામાં ઝાપટાં પડયા હતા. સોરઠમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા પરંતુ માત્ર ઝાપટાં જ પડયા હતા. પોરબંદર શહેરમાં પણ સવારે એક જોરદાર ઝાપટું પડી ગયું હતું. રાજકોટ શહેરમાં શુક્રવારની મોડીરાતથી શનિવાર સાંજ સુધીમાં સમયાંતરે ઝાપટાં પડ્યા હતા. મોરબી શહેર અને પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ થયો હતો. જયારે માળિયામિંયાણા પંથકમાં પણ એકાદ ઈંચ જેટલો વરસાદ પડી ગયાના વાવડ મળે છે.


ગોંડલ અને ધોરાજી શહેરમાં પણ ધીમીધારે વરસાદ થયો હતો. બે દિવસના વિરામ બાદ ફરી અમરેલી જીલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ છે. આજે સાવરકુંડલા, રાજુલા અને લીલીયામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢથી બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેને પગલે વાડી ખેતરોમાંથી પાણી દોડવા લાગ્યા હતાં. અમરેલી, બાબરા, ધારી, વડીયા વગેરે તાલુકામાં દિવસ દરમિયાન અવાર નવાર ઝાપટાં પડયા હતાં.


પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે નહાય છે. મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બે દિવસ પૂર્વે રાણાવાવમાં બે દિવસ પૂર્વે જોરદાર ઝાપટું પડયું હતું, જ્યારે પોરબંદર અને બગવદરમાં રસ્તા ભીના થાય તેવું ઝાપટું પડયું હતું.ઉપલેટાના ગામડાઓમાં પડેલા વરસાદના કારણે તાલુકાના મોજ ડેમમાં શુક્રવારની રાત્રિ દરમિયાન ૧.૧૦ ફૂટ નવા પાણીની આવક થઈ છે. ડેમની સપાટી ૨૩.૯૦ ફૂટ હતી તે વધીને ૨પ ફૂટ થવા પામી છે.


મધ્યગુજરાતના ગોધરા, લીમખેડા અને સાવલીમાં ધોધમાર વરસાદ


છેલ્લા બે દિવસના મેઘવિરામ બાદ આજે મધ્યગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદે હાજરી નોંધાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે બપોરના સમયે વડોદરા શહેરમાં કેટલાક કલાકોનો ઉકળાટ પણ લોકોને સહન કરવાનો વારો આવ્યો હતો.


શનિવારે મધ્યગુજરાતના વડોદરા, ગોધરા, દાહોદ અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ પડયો હતો. વડોદરા જિલ્લાના સાવલીમાં બપોરે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાવલીમાં ૧પ મિમિ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા દાહોદમાં પણ બપોર પછી વરસાદ તૂટી પડતાં શહેરના માર્ગો પર પાણી રેલાયા હતા. ભરૂચના મલેકપુર અને ભરૂચ નગરમાં પણ છૂટોછવાયો વરસાદ પડયો હતો.


મહેસાણા અને સાબરકાંઠામાં પણ મોડી સાંજે વરસાદ તૂટી પડયો હતો. બાયડ, મોડાસા, વિજયનગર, ઈલોલ, કડી વગેરે સ્થળે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો.


 
 
 

Your Opinion
 
 
Code:
8 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment