Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Exclusive Ahmedabad
 

થ્રી સ્ટાર સુધીની હોટેલોમાં દારૂની છુટ માટે દરખાસ્ત

 
Source: Gautam Purohit, Gandhinagar   |   Last Updated 2:34 AM [IST](06/12/2010)
 
 
 
 
 

- રાજ્ય સરકારની મંજુરી મળશે તો ૬૦થી વધુ હોટેલોમાં દારૂ વેચાતો થશે
- ગ્રૂપ પરમિટ માટે નવના સ્થાને બે દિવસમાં નિર્ણય લેવા રજુઆત
- હોટેલ્સ એસોસિયેશન તરફથી એમ.એમ. શ્રીવાસ્તવને દરખાસ્ત


ગુજરાતમાં થ્રી સ્ટાર સુધીની હોટેલોને દારૂની પરમિટ આપવાની દરખાસ્ત હોટેલ એસોસિયેશન તરફથી કરવામાં આવી છે. જો સરકાર તેનો સ્વીકાર કરશે તો હાલ રાજ્યમાં ૨૮ હોટેલોને પરમિટ છે તે આંકડો વધીને ૬૦ ને પાર કરી જવાની સંભાવના છે. પરમિટની સંખ્યા વધારવા માટે વધતા જતા પ્રવાસનક્ષેત્રનું કારણ બતાવવામાં આવી રહ્યું છે.

ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા રાજ્યમાં અન્ય રાજ્યોના મુલાકાતીઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. બિઝનેસ કોન્ફરન્સ અને ઇન્ટરનેશનલ ફલકના રિપ્રેઝન્ટેટીવ્સ પ્રતિ વર્ષ વધતા જાય છે. વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ પછી રાજ્યમાં વિવિધ જગ્યાએ મોટાપાયે સ્ટાર હોટેલોનું નિર્માણ થતું જાય છે જેમાં ગાંધીનગર જેવું પાટનગર પણ બાકાત નથી.

વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં દેશ-વિદેશના ૨૦ હજાર કરતાં પણ વધારે પ્રતિનિધિઓ ગુજરાતમાં આવી રહ્યાં છે ત્યારે કેટલીક છુટછાટ આપવા આ દબાણ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં નશાબંધીનો અમલ હોવા છતાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં વસતાં હાઈ સોસાયટીના પરિવારો દારૂ છુટથી પીવે છે.

રાજ્યમાં હેલ્થ પરમિટના આંકડા ભલે ઓછા દેખાતા હોય, પ્રત્યેક શહેરમાં દારૂ પીવાના શોખીન વધતા જાય છે. આશ્ચર્યની બાબત તો એ છે કે વડોદરા અને સુરતમાં મહિલાઓની પરમિટ સંખ્યા સૌથી વધારે છે. કોર્પોરેટ કલ્ચરના હવામાનના કારણે રાજ્ય સરકાર પાસે દરખાસ્તો આવવા લાગી છે. આવી જ એક દરખાસ્ત ગુજરાત હોટેલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ માર્કન્ડ દેસાઇએ રાજ્યના નાણાવિભાગના અધિક અગ્રસચિવ એમ.એમ. શ્રીવાસ્તવને કરી છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં વિદેશી અને એનઆરઆઇ પ્રવાસીઓને આકર્ષવા માટે દારૂની પરમિટમાં વધારે છુટ આપવી જોઇએ. હોટેલોની રજુઆત પ્રમાણે રાજ્યની ફાઇવ સ્ટાર હોટેલ ઉપરાંત ફોર સ્ટાર અને થ્રી સ્ટાર હોટેલોને પરમિટ મળવી જોઇએ. ઉપરાંત બીજી માગણી ગ્રૂપ પરમિટ માટે લેવામાં આવતા ૭ થી ૯ દિવસના સમયને ઘટાડીને બે દિવસમાં પરમિટ આપવાની છે.

ગુજરાતમાં હાલ ૩૫,૦૦૦ જેટલા હેલ્થ પરમિટધારકો છે. ટુરિસ્ટ પરમિટ ઉપરાંત અન્ય પરમિટધારકો કે જેઓને ટેમ્પરરી પરમિટ આપવામાં આવે છે તે આંકડો સામાન્ય રીતે ૫૦,૦૦૦ થતો હોય છે પરંતુ તેમાં મહિના પ્રમાણે તફાવત આવતો હોય છે. હવે તો સેઝમાં ગ્રૂપ પરમિટ આપવામાં આવે છે તેથી દારૂ પીનારી વ્યક્તિઓના ચોક્કસ આંકડાનો અંદાજ મેળવવો મુશ્કેલ બન્યો છે. હોટેલોમાં મળતા દારૂથી સરકારે વર્ષે ૨૦ થી ૨૫ કરોડની આવક મળે છે. હાલ સરકારમાં ૧૦ હોટેલોની પરમિટનો ઇસ્યુ પડતર છે.

ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન દ્વારા થયેલી પ્રચાર ઝુંબેશની અસર રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં પ્રસરી છે જેના કારણે વિદેશી પ્રવાસીઓ સાથે અન્ય રાજ્યોના લોકો ફરવા માટે ગુજરાત તરફ વળ્યાં છે. સરકારે છેલ્લે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં વ્યક્તિગત અને ગ્રૂપ પરમિટ આપવાના હુકમો કરેલા છે. આ હુકમો અને બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સ્ટાર હોટેલોમાં પરમિટ આપવામાં આવે તેવી હોટેલ્સ એસોસિયેશને ભારપૂર્વક માગણી કરી છે. આ દરખાસ્તને નાણાવિભાગે સંબંધિત વિભાગોમાં મોકલી આપી છે અને નીતિ વિષયક નિર્ણય લઈ શકાય છે કે કેમ તેની પૃચ્છા કરી છે.

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.