કેન્દ્ર સરકારે ૧૨ જાન્યુઆરીએ પંકજ પટેલ તથા પ્રણવ અદાણીને કર્ણાવતી કલબના નોન રિટાઈરિંગ ડાયરેકટર એટલે કે પર્મેનન્ટ ડાયરેકટર તરીકે મંજૂરી આપી દીધી છે તેવું ક્લબની એક યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ બન્નેની પર્મેનન્ટ ડાયરેકટર તરીકેની નિમણૂકની નિયમ મુજબ કેન્દ્રમાંથી મંજૂરી ન આવવા છતાં તેમને આ હોદ્દો આપી દેવાયો હતો.
આ અંગે રજિસ્ટાર ઓફ કંપનીઝમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. જો કેન્દ્રમાંથી મંજૂરી ન મળે તો આ બન્ને ડાયરેકટરએ હોદ્દો ગુમાવવો ન પડે તે માટે ૨૯મી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં બન્ને ડાયરેક્ટર્સને ઉમેદવાર બનાવી દેવાયા હતા.કેન્દ્ર સરકારે આ બન્ને ડાયરેક્ટરની પડતર અરજી એક્ટ મુજબ મંજૂર કરી લીધી છે.