ઇસનપુર મંગલેશ્વર મહાદેવ પાસેની સોસાયટીના એક મકાનમાં ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડી એનઆરઆઇ મકાનમાલિક તેમજ તેના આઠ મિત્રોને તીનપત્તીનો જુગાર રમતાં રંગે હાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રોકડ, મોબાઇલ ફોન તેમજ વાહનો મળીને કુલ રૂ.૧૪.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઇસનપુર મંગલેશ્વર મહાદેવ પાસેની અગમ નિગમ સોસાયટીના એક મકાનમાં પાનાં પૈસાનો જુગાર રમાતો હોવાની બાતમી ક્રાઇમબ્રાન્ચના પીઆઇ એસ.એમ. ચૌધરીને મળી હતી. જેના આધારે તેમણે સ્ટાફ સાથે મંગળવારે રાતે દરોડો પાડ્યો હતો.
દરમિયાન એનઆરઆઇ મકાનમાલિક નિલેશ જયંતીલાલ મહેતા તેના આઠ મિત્રો સુરેશ પારેખ, શૈલેષ ઠક્કર, રાજુ જોશી, જિજ્ઞેશ પટેલ, વિશાલ પટેલ, પરેશ ગોરજિયા, ઐયુબ મોહંમદ મલેક અને કલ્પેશ શાહ જુગાર રમતાં રંગેહાથે ઝડપાયા હતા.