Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Now Crime Branch Changed The Statement In Tunnel Case

હવે ક્રાઇમ બ્રાન્ચ કહે છે કે,બેથી ત્રણ આરોપીનું જ કાવતરું હતું!

Bhaskar News, Ahmedabad | Feb 15, 2013, 01:17AM IST
 
 

- પોલીસનું વલણ કેમ કૂણું બન્યું
- ગૃહ વિભાગની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચનો અભિગમ બદલાયો
- ક્રાઇમ બ્રાન્ચે આશ્ચર્યજનક રીતે કહ્યું 'આરોપીઓ સિરિયસ ન હતા’
- હવે ક્રાઈમ બ્રાન્ચ કાવતરાની કલમ પણ દૂર કરવાની વાત કરે છે
- હવે એન આઈ એને તપાસ સોંપાય તેવી સંભાવના વ્યકત કરે છે
 
માત્ર ગુજરાત જ નહીં બલકે દેશને હચમચાવી દેનારા સાબરમતી સેન્ટ્રલ જેલના સુરંગકાંડના આરોપીઓ તરફ ક્રાઇમ બ્રાન્ચનું વલણ એકાએક બદલાયું છે. એક બાજુ જ્યાં પ્રેસ કોન્ફરન્સમાં ક્રાઇમ બ્રાન્ચ કહે છે કે આરોપીઓ ૧૦૦ ફૂટની સુરંગ ખોદવા માગતા હતા ત્યાં અગાઉ સિરિયલ બ્લાસ્ટના તમામ પપ આરોપી સુરંગકાંડમાં સંડોવાયેલા હોવાની શંકા સેવતી ક્રાઇમ બ્રાન્ચ હવે કહે છે કે આ પ્રકરણમાં માત્ર બેથી ત્રણ આરોપી જ સંડોવાયેલા હોય એવું જણાય છે. આશ્ચર્યજનક રીતે ક્રાઇમ બ્રાન્ચ અંદરખાને એવું કહી રહી છે કે આરોપીઓ સુરંગ ખોદવા માટે સિરીયસ નહોતા આ વલણના કારણે હવે પોલીસબેડામાં અને લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ૪૨ ફૂટ સુરંગ ખોદી કાઢનારા આરોપીઓ સિરીયસ ન હોય તે વાત ગળે ઉતરતી નથી ચર્ચા તો એવી પણ છે કે ગૃહ વિભાગના એક ખાસ અધિકારીની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે 'અગમ્ય’ કારણસર વલણ બદલ્યું છે.
 
અત્યંત ગંભીર બાબત તો એ છે કે અત્યાર સુધી આ કેસમાં અન લોફૂલ એક્ટિવિટીઝની કલમ ઉમેરવાની વાત કરતી ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાંથી કાવતરાની કલમ પણ દૂર કરવાની વાત કરી રહી છે. શું ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને એ ખબર નથી કે એક કરતાં વધુ આરોપીઓ સામેલ હોય તે ગુનામાં કાવતરાની કલમ લાગે જ? લોકોમાં તો એવી પણ ચર્ચા છે કે સુરંગકાંડમાં કર્ણાટક, કેરળ અને ઉત્તરપ્રદેશના આરોપીઓ સંડોવાયેલા છે અને એ જ 'કારણ’ હોઈ શકે કે ક્રાઇમ બ્રાન્ચને પોતાનું વલણ બદલવાની ફરજ પડી હોય પ્રથમ દિવસે સુરંગની લંબાઈ બાબતે જેલ તંત્રની સામે પડેલી ક્રાઇમ બ્રાન્ચ હવે જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી કે પછી બેદરકારી બાબતે પણ સાવ મૌન થઈ ગઈ છે. અતિ ગંભીર વાત તો એ છે કે અત્યંત બાહોશીથી દેશભરમાં બોમ્બ બ્લાસ્ટ કરનારા આરોપીઓને પકડનારી આપણી ક્રાઇમ બ્રાન્ચ હવે આ તપાસથી પણ દૂર રહેવા માંગે છે. ખુદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કહે છે કે આ તપાસ તો કોઈ સેન્ટ્રલ એજન્સીને, ખાસ કરીને એન.આઇ.એ.ને સોંપાય તેવી સંભાવના છે.
 
ફરી આરોપીઓની પૂછપરછ થઈ :
 
અદાલતના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જેલ પરિસરમાં ગુરુવારે ફરી હાફીઝ, શીબલી, શાદુલ્લી અને મુફતી અબુ બશરની પૂછપરછ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન મુફતી અબુ બશરે કહ્યું હતું કે સુરંગકાંડ વિષે તે જાણતો જ નથી. જો કે આશ્ચર્યની બાબત એ છે કે જે લૂંગીથી દોરડું બનાવાયું હતું તે લૂંગી મુફતી અબ્દુલ બશરની જ હતી.
 
હવે લંબાઈ ૪૧ ફૂટ થઈ...
 
જેલના અધિકારીઓ પહેલાં સુરંગની લંબાઈ ૧૮ કહેતા હતા. ત્યાર બાદ ૨૦ ફૂટ પર આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે પહેલાં કહ્યું હતું કે સુરંગની લંબાઈ ૪૨ ફૂટની છે. હવે તેઓ કહે છે કે સુરંગની ઊંડાઈ ૧૬ ફૂટ અને લંબાઈ ૨પ ફૂટ, એટલે કે કુલ લંબાઈ ૪૧ ફૂટની છે. બીજી તરફ પહેલા ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું કે સુરંગની ગોળાઈ ૪ ફૂટની છે. હવે તેઓ કહે છે ઉપરના ભાગેથી ૪ ફૂટની છે અને અંદરના ભાગેથી અઢી ફૂટની છે.
 

Your Opinion
 
 
Code:
4 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment