DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
અમારી તાકાત જોઈ ભાજપ-કોંગ્રેસ ભયભીત છે!
Bhaskar News, Ahmedabad
| Sep 24, 2012, 00:05AM IST

યાત્રા વિવેકાનંદના નામે, વાત ચૂંટણીલક્ષી :
મોદીના નેતૃત્વમાં નીકળેલી વિવેકાનંદ યુવાવિકાસ યાત્રામાં સરકારી તંત્રની સાથે સફિતપૂર્વક ભાજપને સાથે રખાયો છે. આ રીતે સરકારી નાણા અને તંત્રના ભરપૂર સહયોગથી મોદીએ જાણે ચૂંટણી પ્રચારની શરુઆત કરી દીધી છે. જેવી યાત્રા આગળ વધી કે તેની સાથે સાચી વાત સામે આવી છે. આ યાત્રામાં દરેક સ્થળે ચૂંટણીલક્ષી વકતવ્યો કરાય છે. વિવેકાનંદનો સંદેશ તો ક્યાંય દેખાતો પણ નથી.
અછતનો મુદ્દો હવે ગૌણ બની ગયો છે !
રાજ્યમાં ગત મહિના સુધી અછતનો મુદ્દો ગાજતો રહ્યો. એ સાથે પશુ માટે ઘાસચારો, પીવાના પાણીની અછત, વર્ષો જુનો નર્મદાનો મુદ્દો સજીને તૈયાર થઈ ગયો હતો. ચૂંટણીમાં આ મુદ્દાઓ ગાજશે તેમ મનાતું હતું પરંતુ મહિનામાં તો એક પછી એક નવા એટલા મુદ્દા ઉમેરાયા કે અછતનો મુદ્દો ભુલાઈ ગયો છે. પાછોતરો વરસાદ ભલે પડ્યો પરંતુ ગુજરાતમાં ઉત્પાદનની સ્થિતિ સારી તો નથી. છતાં પણ રાજકીય પક્ષો માટે અછતનો મુદ્દો હવે ગૌણ બની ગયો છે.






