Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Modis Record 9.19 Million Plants Farce And Now Just Save 30 Thousand

મોદીના વિશ્વવિક્રમના દાવા માત્ર ફારસઃ ૩૦ હજાર છોડ જ બચ્યાં

Bhaskar News, Ahmedabad | Feb 15, 2013, 10:45AM IST
 
 

- નળસરોવરના વૃક્ષો કાપવાના મુદ્દે થયેલી રિટનો મુદ્દો
- ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારે કરેલી રજૂઆત
- સરકારે કાપેલા ઝાડ કરતાં ડબલ ઝાડ વાવવાની રજૂઆત કરી હતી
 
પક્ષી અભ્યારણ નળસરોવરની નજીકના વિસ્તારના વૃક્ષો કાપવાની સામે થયેલી પીઆઇએલમાં અરજદારે એક વધારાની અરજી કરીને હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે,'રાજ્ય સરકાર એક તરફ ૯.૧૯ લાખ છોડ ઉગાડવાના વિશ્વવિક્રમની ગુલબાંગો પોકારી રહી છે. ત્યાં બીજી તરફ આ વૃક્ષોમાંથી માત્ર ૩૦ હજાર જેટલા છોડ જ જીવંત રહ્યાં છે. જે દર્શાવે છે કે વિશ્વવિક્રમના દાવા માત્ર ફારસ જ છે.’ હાઇકોર્ટે આ એમસીએને મુખ્ય રિટ અરજી સાથે ધ્યાનમાં લેવાનું નોંધ્યું હતું.
 
અરજદાર જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા વતી એડવોકેટ રશ્મિનભાઇ જાનીએ વધારાની અરજી કરીને એવી રજૂઆત કરી હતી કે,'નળસરોવરના વૃક્ષોના નિકંદનના મુદ્દે ગિર અને નહેરૂ ફાઉન્ડેશને ચુપકીદી સેવી છે. ત્યાં બીજી બાજુ રાજ્ય સરકારે ૩૧-૭-૧૦ના રોજ ૯.૧૯ લાખ છોડ ઉગાડવાનો વિશ્વવિક્રમ કર્યો હતો. તેથી એક આરટીઆઇ કરીને કેટલાક પ્રશ્નોના જવાબ માંગવામાં આવ્યા હતા. કે આ છોડ વાવવા કયા ખાતામાંથી ખર્ચ કર્યો હતો. છોડના ઉછેર અને નિભાવની શું વ્યવસ્થા છે અને હાલની સ્થિતિમાં કેટલા છોડ જીવંત છે. જેનો ખૂબ જ ચોંકવનારો જવાબ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તરફથી મળ્યો હતો.’
 
વધુમાં જણાવ્યું હતું કે,'તેમણે આપેલા જવાબની વિગતો મુજબ ૨૪-૪-૧૧થી ૧૬-પ-૧૧ દરમિયાન પ૦૦થી વધુ રોપાં વાવ્યા હોય તેવા ૨૨થી વધુ સ્થળોની મુલાકાત લઇ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦,૯૭૩ છોડ જીવંત હોવાનું સામે આવ્યું હતું. વિશ્વવિક્રમ માટે વાવેલા છોડના પ્રમાણમાં લગભગ ૩ ટકા જેટલા જ છોડ જીવંત છે તેવું દ્રશ્ય ઊભું થયું છે.’
 

Your Opinion
 
 
Code:
9 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment