લગ્નવાંચ્છુઓને લૂંટતી ગેંગ પોલીસને પણ ગોળ-ગોળ ફેરવી રહી છે.પોલીસ તપાસ દરમિયાન પકડાયેલી મહિલાઓ પોલીસને પૂછપરછ દરમિયાન રોજ અલગ-અલગ જવાબ આપીને પોલીસ તપાસમાં મુશ્કેલી સર્જી રહી છે.પોલીસે તાજેતરમાં જ લગ્નવાંચ્છુઓને લૂંટતી મહિલાઓની ગેંગને ઝડપી પાડી છે. હંસા નામની મહિલા મેરેજ બ્યુરો ચલાવતી હતી તે હજી સુધી પોલીસને મળી નથી જેથી પોલીસે આ દિશામાં પોતાની તપાસ કેન્દ્રિત કરી છે .
જ્યારે પોલીસે આ રેકેટમાં પકડેલી મહિલાઓ આ પ્રકરણની તપાસ કરી રહેલાં તપાસ અધિકારીઓ સમક્ષ રોજ-રોજ અલગ નિવેદનો આપી રહી છે.જેનાથી પોલીસ એવું માની રહી છે કે આ મહિલાઓ તપાસ યોગ્ય દિશામાં ન થાય તે માટે આવું કરી રહી છે.