Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Many Attraction In Gujarat Vibrant Summit 2013

વાઈબ્રન્ટ 2013માં સર્જાશે અનોખો રેકોર્ડ, આવા હશે મુખ્ય આકર્ષણો

Bhaskar News, Gandhinagar | Jan 07, 2013, 00:06AM IST
વાઈબ્રન્ટ 2013માં સર્જાશે અનોખો રેકોર્ડ, આવા હશે મુખ્ય આકર્ષણો

- એક લાખ ચો.મીટરમાં નિર્મિ‌ત એક્ઝિબિશન નવા રેકોર્ડ બનાવશે

- વાઇબ્રન્ટમાં હશે દુનિયાનું સૌથી મોટું ટેમ્પરરી એક્ઝિબિશન

- સમીટમાં ૧પ લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા

- પ્રદર્શનમાં ભારતની સૌ પ્રથમ હીરા, સુર્વણ અને રત્ન જડિત કાર દર્શાવાશે

- ૧૪ થી વધુ દેશોની એક હજાર કરતાં વધુ કંપનીઓ આ ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેશે




ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે યોજાઈ રહેલી છઠ્ઠી વાઇબ્રન્ટ સમીટ માત્ર ઇન્વેસ્ટર્સ સમીટ ન રહેતાં દેશનો સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો બનશે તેવો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે આ સમીટમાં ઊભું કરાયેલું એક્ઝિબિશન એ દુનિયાનું સૌથી મોટું ટેમ્પરરી એક્ઝિબિશન હશે તેવો વિશ્વાસ પણ સરકાર વ્યક્ત કરી રહી છે. કારણ બે વર્ષ પહેલાં યોજાયેલી સમીટમાં ૨પ હજાર ચોરસ મીટરમાં એક્ઝિબિશન બનાવાયું હતું અને તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું જ્યારે આ સમીટમાં તો તેના કરતાં ચાર ગણી વધુ જગ્યા એટલે કે એક લાખ ચોરસ મીટરમાં એક્ઝિબિશન બનાવાયું છે. જે દુનિયાના સૌથી મોટું ટેમ્પરરી એક્ઝિબિશન સ્ટ્રક્ચર તરીકેનો રેકોર્ડ બનાવશે, તેમ રાજ્યના અગ્રસચિવ મહેશ્વર સાહુએ જણાવ્યું હતું.



નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં પાંચ વાયબ્રન્ટ ગુજરાત સમીટ યોજાઈ ચૂકી છે. વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમીટ અમદાવાદના ટાગોર હોલ ખાતે ત્રણ હજાર સ્કવેર મીટર જેટલી જગ્યામાં યોજવામાં આવી હતી. જ્યારે આ વખતે યોજાઈ રહેલી છઠ્ઠી વાયબ્રન્ટ સમીટ ૨૦૧૩માં તેના વિસ્તારનો વ્યાપ વધીને તેના કરતાં અનેકગણો થઈ ગયો છે.



આ વખતે એક લાખ ચોરસ મીટર જેટલા વિસ્તારમાં આ વિશાશ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. આ અંગે રાજ્યના અગ્રસચિવ મહેશ્વર સાહુએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦પમાં ૨પ હજાર ચોરસ મીટરમાં પ્રદર્શન બનાવાયું હતું. આમ છતાં તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જ્યારે આ વખતનું એક્ઝિબિશન એના કરતાં ચાર ઘણું વધારે મોટું હોવાથી દુનિયાના સૌથી મોટા ટેમ્પરરી એિકઝબિશન સ્ટ્રક્ચર તરીકે નવો કીર્તિ‌માન સ્થાપિત કરશે.



નોંધનીય છે કે, આઠમી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ૧૩ જાન્યુઆરી સુધીના છ દિવસ દરમિયાન યોજાયેલા આ ગ્લોબલ ટ્રેડ શોમાં ૧૪ થી વધુ દેશોની એક હજારથી વધુ કંપનીઓ અને કેટલીક સરકારો સામેલ થશે. વર્ષ ૨૦૧૧ની તુલનામાં બમણાં એટલેકે અંદાજે ૧પ લાખ લોકો આ વાયબ્રન્ટ સમીટની મુલાકાત લેશે તેવી આશા સરકારને છે. (વાઈબ્રન્ટના મુખ્ય આકર્ષણો જાણવા આગળ ક્લિક કરો...)

Dandiya Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 1

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment