વર્ષ ૨૦૧૧ શરૂ થવાને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવનારા વર્ષ માટે દરેક જણે કંઈક ને કંઈક સ્વપ્ન સેવ્યું છે. નવા વર્ષના આગમન માટે ઉત્સુક વાચકો માટે ‘દિવ્ય ભાસ્કર’ રજુ કરે છે એક તક, જેના દ્વારા તેઓ ‘૨૦૧૧નું ગુજરાત કેવું હોવું જોઈએ?’ તે વિશે પોતાની મહેચ્છા વ્યક્ત કરી શકશે.
‘દિવ્ય ભાસ્કર’ પ્રસ્તુત ‘આગળ વધીએ, વધતાં રહીએ...’ અભિયાનના ભાગરૂપે હાથ ધરાયેલા આ કાર્યક્રમમાં વાચકો ગુજરાત સાથે સંબંધિત કોઇપણ ક્ષેત્ર માટેની પોતાની કોઇ પણ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરી શકે છે. ‘દિવ્ય ભાસ્કર’ને પ્રાપ્ત થયેલી એન્ટ્રીઓ પૈકીની શ્રેષ્ઠ મહેચ્છાઓને અખબારમાં પ્રકાશિત કરાશે. આ ઉપરાંત તેમને ગુજરાત સરકારના સ્વર્ણિમ ગુજરાત વિભાગ સુધી કાળજીપૂર્વક પહોંચતી કરાશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૩૦ ડિસેમ્બર, ૨૦૧૦ છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વાચકો વધુમાં વધુ ૩૦ શબ્દોમાં પોતાની મહેચ્છા લખીને ‘દિવ્ય ભાસ્કર’ની વિવિધ શહેરોની ઓફિસે મોકલી શકશે.
આ ઉપરાંત mgm(mini message in 30 words)(your name) લખી ૫૪૫૬૭ ઉપર SMS કરી શકાશે અથવા