લક્ઝરીની ‘ક્લાસિકલ’ વ્યાખ્યા જાણવા માટે કરો ક્લિક
વિક્ટોરિયન સ્ટાઈલનાં આ આલિશાન ઘરને બનાવવા જરૂર પડી છ મહિના કન્સેપ્ટ પર કામની, આર્કિટેક્ટ સાથે યુરોપની ચાર ટ્રિપની, ચાઈના અને ઈટલીના ફર્નિચરની, મુંબઈના વોરા ફેમિલીનું ગ્લાસવર્ક, ઘાનાનાં વૂડ અને એક પરિવારે જોયેલા સહિયારા સપનાંની...
‘શ્રીધર આલાયમ’ ને બહારથી જોતા જ વિક્ટોરિયન એઈજની અનુભૂતિ મળવી શરૂ થઈ જાય. ટ્રેડિશનલ બેલનો સાઉન્ડ તમે હવે એક અલગ જ રોયલ વર્લ્ડમાં પ્રવેશી રહ્યા હોવાનો ઈશારો કરે છે અને મેઈન ગેટથી એન્ટર થતાં જ ક્લાસિકલ વિકટોરિયન સ્ટાઈલની ચાર ઋતુની ચાર એન્જલ વોર્મ વેલકમ કરે ! આ ‘ઘર’ ઘર નથી પણ અમદાવાદનો બંકિંગહામ પેલેસ છે !
કન્સ્ટ્રકશન બિઝનેસ સાથે સંકળાયેલા ઘરના માલિક અજય શ્રીધર જણાવે છે કે ‘વિકટોરિયન-કોલોનિયલ સ્ટાઈલનું ઘર બનાવવુ છે તે પહેલાથી જ નક્કી કરી લીધું હતું. એટલે જ આ ઘર બનાવતા પહેલા આર્કિટેક્ટ દિલીપ સોની સાથે ત્રણ-ચાર વાર યુરોપની ટૂર પણ કરી હતી. મોર્ડન સ્ટાઈલ ટેમ્પરરી હોય છે. આ ક્લાસિકલ સ્ટાઈલ છે. આ ઘરની સ્ટાઈલ વર્ષો જુની થશે તો પણ તે જોવી ગમશે.’
રંગબેરંગી પ્લાન્ટ્સવાળા રમણીય બગીચા આ વ્હાઈટ બંગલામાં આ લીલોતરીનું સૌંદર્ય ભેળવે છે. બાગમાં ગઝેબોની વ્યવસ્થા છે, તો પંખીઓને આવકારતા સ્કલ્પચરના પાંચ ફાઉન્ટેન પર કલરવ ગૂંજે છે. ઘરમાં પ્રવેશતા બે બાજુ માર્બલ લેમ્પ્સ અને સામે દિવાલમાં બિરાજમાન ગણેશજી નજરે ચડે છે. ઘરની અંદર ૮ પીલર પર ઉભેલો સેન્ટ્રલ ડોમ ૫૫ ફીટ ઊંચો છે. ડોમમાં લાગેલું સુંદર ઝુમર તેની ભવ્યતામાં વધારો કરે છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર લોબી એરિયા, લિવીંગ રૂમ્સ, ડાઈનિંગ રૂમ, કિચન, ગેસ્ટ બેડરૂમ, સ્વિમિંગ પૂલ, હોમ થિએટર, જિમ અને પ્લે એરિયા છે. તો ઉપરના માળે ૪ બેડરૂમ્સ અને લાયબ્રેરી છે. બેઝમેન્ટમાં એક્સક્લુઝિવ બાંકવેટ હોલ અને ડિસ્કોથેકનું આકર્ષણ અલગ જ છે. ચાઈના અને ઈટલીથી લવાયેલું કલાસિક વિકટોરિન સ્ટાઈલનાં ફર્નિચરની રિચ ફીલિંગમાં રોયલ કલ્ચર ઝલકે છે.ગ્લાસ વર્ક મુંબઈનાં વેલનોન વોરા ફેમિલી પાસે કરાવવામાં આવ્યું છે તો વુડ ઘાના છે.વોલ પર લાગેલા પેઈન્ટિંગ્સ અને એમ્બ્રોઈડરીઝના પિક્ચર્સથી ઘરને સોબર લૂક આપે છે. અગાશીમાં મહારાજાઓની યાદ અપાવે તેવો એક હવામહેલ પણ છે!
ઘર દેખાય ભલે વિકટોરિયન પણ મોર્ડન ટેક્નોલોજીને પણ તેનું અભિન્ન અંગ છે. આખું ઘર ઓટોમાઈઝેશન પર છે, દુનિયાના કોઈ પણ ખૂણેથી આઈપેડની મદદથી ઘરનાં લાઈટિંગને ઓપરેટ કરી શકાય છે. રાતના સમયે મોશન સેન્સર લાઈટ્સ તમારા પગલે પગલે અજવાળું પાથરે છે તો ૬૦ જેટલાં સીસીટીવી કેમેરાની સિકયુરિટી નિરાંતની નિંદર આપે છે!
અજય શ્રીધર જણાવે છેકે ‘મોટી ગેલેરી હોય, અલગ સ્વિમિંગ પૂલ હોય, સ્કવાયર રૂમ હોય, એર સરકયુલેશન ઘરમાં સારું થાય તેમજ પ્રોપર લાઈટ મળતી રહે તે મુખ્ય ઉદ્દેશ હતો. આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને ૬ મહિના સુધી કનસેપ્ટ કલીયર કર્યો બાદ જાતે ઘર બનાવડાવ્યું.’ આ ઘરના ક્વીન પલ્લવી શ્રીધર એક વાક્યમાં જણાવે છેકે,‘મારું ઘર તો સપનાંના મહેલ જેવું જ છે!’.





