કલ્યાણરાય પ્રભુના રાજસ્થાનથી વડોદરા આગમનની શતાબ્દી અને તૃતીય પીઠાધીશ વ્રજભૂષણલાલ મહારાજના શતાબ્દી જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા પુષ્ટિ પર્વ મહોત્સવના ત્રીજા દિવસે શુક્રવારે સૌપ્રથમ વખત અમદાવાદ પધારેલાં કલ્યાણરાય પ્રભુની નરોડામાં શ્રી મહાપ્રભુની બેઠકથી શોભયાત્રા સ્વરૂપે અસારવા ગુસાંઇજીની બેઠકમાં પધરામણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રા પછી નટવરલાલ પ્રભુ અને કલ્યાણરાય પ્રભુનો મચકીના ઝુલામાં હોલીખેલનો દિવ્ય મનોરથ યોજાયો હતો.
અસારવા ગુસાંઇજીની બેઠકમાં શુક્રવારે કલ્યાણરાય પ્રભુની ભવ્ય સ્વગાત સાથે પધરામણી પછી નટવરલાલ પ્રભુ અને કલ્યાણરાય પ્રભુનો મચકીના ઝુલામાં હોલીખેલનો દિવ્ય મનોરથ યોજાયો હતો.
જેમા પુષ્ટિમાર્ગની વિશિષ્ટ પરંપરા મુજબ રાળ ઉડાડવામાં આવી અને રસિયા ગાવામાં આવ્યા હતા. શનિવારે અસારવાથી કલ્યાણરાય પ્રભુ વિજય ચાર રસ્તા પાસે આવેલી નિલીમા પાર્ક સોસાયટીમાં પધારશે અને પ્રભુ સહિત શરણમ્કુમીરની બિનેકી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં હાથી-ઘોડા, પારંપરિક નગારા નિશાન અને સમસ્ત વલ્લભકુળ આચાર્ય પરિવાર સહિત ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે.