DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Janmashtami Festival Celebration In Ahmedabad
અમદાવાદ: કૃષ્ણ તો ક્યાંય પણ જન્મી શકે
divyabhaskar.com
| Aug 21, 2011, 00:46AM IST
શ્રીકૃષ્ણનું સ્વરૂપ અને ચરિત્ર જ એવું દિવ્ય અને સનાતન છે કે કોઈપણ તેની મોહિનીથી મુક્ત રહી શકતું નથી. કૃષ્ણકથાઓ આ દેશની માટીની ચેતના છે, પ્રત્યેક દેશવાસીના હૃદયના ધબકાર છે. જન્માષ્ટમી આવી રહી છે અને શાળાઓમાં બાળકો ‘કાનુડાની બાળલીલાઓ’ ભજવી રહ્યા છે. અમદાવાદમાં એક મુસ્લિમ દંપતી પોતાના બાળકને કાનુડો બનાવીને સ્કૂટર પર નીકળ્યું ત્યારે જાણે એક નવી કૃષ્ણલીલા સર્જાઈ હતી. યુગો પૂર્વે કૃષ્ણ ભલે જેલમાં જન્મ્યા હોય.. અત્યારે કૃષ્ણ ક્યાંય પણ જન્મી શકે...કોઈના પણ હૃદયમાં જન્મી શકે... ગમે તેના ઘરે ઊછરી શકે...બંધન માણસોએ ઘડ્યાં છે... કૃષ્ણને કોઈ બંધન નડતાં નથી... તસવીર : શૈલેષ સોલંકી




