Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

+ ૯૨ પરથી આવતા કોલ તમારું બેન્ક બેલેન્સ કરી શકે છે ખાલી

 
Source: Chetan Purohit, Ahmedabad   |   Last Updated 6:30 AM [IST](13/02/2012)
 
 
 
 
 

સુરક્ષા એજન્સીને ગેરમાર્ગે દોરવા પાકિસ્તાનના નંબરોનો ઉપયોગ + ૯૨ પરથી આવતા ફોનની વિગતો મેળવી શકાતી ન હોવાથી એક વખત ટાર્ગેટ બનનારને મદદ મળતી નથી


તમારા મોબાઇલ ફોનમાં છેલ્લા કેટલાક મહિ‌નાઓથી કોઇ મિસ કોલ કરીને પરેશાન કરતો હોવાનું તમને માલૂમ પડતું હશે આ નંબર જો +૯૨ થી શરૂ થતો હોયતો તે નંબર ઉપાડવો નહીં કારણકે આ નંબર પાકિસ્તાનનો હોય છે,આ પ્રકારનો ફોન કરનાર પહેલા મિસ કોલ કરે છે અને જો તમે તે ફોન ઉપાડી લો ત્યારે તમારો ફોન સામા વાળો વ્યકિત સ્કેન કરી લે છે ત્યાર બાદ તમને લોટરી લાગી હોવાનું જણાવીને તમારી વિગતો તમને જણાવીને તમારો વિશ્વાસ કેળવી લે છે અને ગણતરીના દિવસોમાં આ ગેંગ તમારા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ખાલી કરાવી દેશે અને જો તમે આની ફરિયાદ પોલીસ સમક્ષ કરવા જાવ તો પોલીસ પણ આ નંબરની વિગતો મેળવી શકે તેમ નથી , જેથી પોલીસ અધિકારીઓ આવી સિરીઝના ફોન ન ઉપાડવા સલાહ આપી રહ્યા છે. બીજી તરફ આ સિરીઝના નંબરનો ઉપયોગ સુરક્ષા એજન્સીને ગેરમાર્ગે દોરવા માટે થતો હોવાની શક્યતા છે.


સામાન્ય રીતે લોકો પોતાની વ્યસ્તતાના કારણે ઇનકમિંગ ફોન ઝડપથી ઉપાડી લે છે, છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગે તમામના મોબાઇલ ફોનમાં + ૯૨ નંબરની સિરીઝથી શરૂ થતા નંબરથી એક મિસ કોલ આવે છે. આ નંબર પાકિસ્તાનનો હોય છે. આ નંબરના ઉપયોગ કરવા પાછળના ખાસ ઉદેશની સુરક્ષા એજન્સીઓને જાણ થઇ નથી. પરંતુ આ નંબરોના વધી રહેલા પ્રયોગથી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ ચિંતામાં છે.


+ ૯૨ સિરીઝના ઉપયોગ પાછળનો હેતુ શું હોય છે


- આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરોમાંથી મિસ કોલ કરવાથી જે વ્યકિત વળતો કોલ કરે તેને ઊંચા દરે વાત કરવાથી ઇન્ટરનેશનલ ટેલિકોમ કંપનીને તેનો ફાયદો થાય છે. (દર સેકન્ડ ૨પ થી ૩પ રૂપિયા ચાર્જ થઇ શકે).


- સુરક્ષા એજન્સીને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારના કોલ થતા હોવાની શક્યતા છે . આ ભેજાબાજો સંખ્યાબંધ કોલ કરતા પોલીસ ફોન રિસિવ કરનાર પર વોચ રાખવા પ્રયત્નશીલ બને તે પહેલા ટાર્ગેટ વ્યકિતને તેનો મેસેજ પહોંચાડી દે છે.


- મેટ્રો સિટીમાં ચાલતા ઓનલાઇન ચીટિંગનો એક ભાગ માનવામાં આવે છે, ઓનલાઇન ચેટ કરતી ગેંગ ઇન્ટરનેટ ફોનનો ઉપયોગ કરીને આ સિરીઝનો ઉપયોગ ટાર્ગેટ બનાવનાર વ્યકિતને ફોન કરવા માટે થાય છે.


- પાકિસ્તાનના નંબરથી ફોન થતા હોવાથી જો કોઇ વ્યકિત આ રેકેટનો ભોગ બન્યા બાદ તેની પોલીસ ફરિયાદ કરવા જાય તો આ નંબરની કોલ ડિટેઇલ મેળવી શકાતી ન હોવાથી ભેજાબાજોને પકડી શકાતા નથી.


અજાણ્યા આંતરાષ્ટ્રીય ફોન ઉપાડવા નહીં


કેટલાક સમયથી પાકિસ્તાનની સીરીજ પરથી ફોન આવે છે. આ નંબરનો ઉપયોગ કોણ અને કયાંથી કરે છે તે જાણી શકાયું નથી.આવા નંબર ઉપરથી આવતા અપરિચિત વ્યકિતઓના ફોન ઉપાડવા જોઇએ નહી .ઘણી લખત સામાવાળો વ્યક્તિ ફોન ઉપાડતાની સાથે જ તમારો ફોન સ્કેન કરી લે છે જેથી તમારો ડેટા તેમની પાસે પહોંચી જાય છે. - મયૂર ચાવડા, એસીપી ક્રાઇમ બ્રાંચ


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.