નાના વિકાસકામો અને પ્રાથમિક સુવિધાના કામો ઉપર ભાર મુકતો ભાજપ
આગામી નાણાકીય વર્ષમાં નાના વિકાસકામો અને પ્રાથમિક સુવિધાના કામો ઉપર જ ભાર મુકવા માટે શાસક ભાજપે મન બનાવી લીધું છે અને તે મુજબ જ મ્યુનિ. કમિશનરના બજેટમાં સુધારા સૂચવાયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિ. કમિશનરે શહેરના સર્વાંગી વિકાસ માટે આંતરમાળખાકીય કામો, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામો, જેએનયુઆરએમના વિકાસકામો સહિત ઝોનલ પ્રાયોરિટી વર્કસના સંકલિત આયોજન સાથે સને ૨૦૧૨-૧૩ના વર્ષ માટે ૪૧૮૧ કરોડનું અંદાજપત્ર સ્ટે.કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. મ્યુનિ.કમિશનરના અંદાજપત્રમાં શાસક ભાજપ દ્વારા લગભગ ૨૦૦થી ૩૦૦ કરોડના વધારાના કામો સૂચવવામાં આવે તેવી શક્યતા વ્યકત થઇ રહી છે.
શાસક ભાજપ તરફથી મેયર આસિત વોરાએ બજેટની પૂર્વ તૈયારીના ભાગરૂપે દરેક ર્કોપોરેટરોને પત્ર પાઠવી તેમના વિસ્તારમાં કયા પ્રકારના વિકાસકામોની જરૂરિયાત છે અથવા કયા પ્રજાલક્ષી કામો બાકી છે કે થઇ શકે તેવા છે તેની વિગતો મંગાવી હતી. જેટલા ર્વોડમાંથી આ પ્રકારના સૂચનો આવ્યા છે તેની ઉપર ભાજપના હોદ્દેદારોએ ચર્ચાવિચારણા કરી લીધી છે.
ત્યારબાદ છેલ્લા બે દિવસથી કમિશનરના બજેટ ઉપર સુધારા-વધારા માટે શાસક ભાજપ તૈયારીઓ કરી રહ્યો છે. જેમાં ગઇકાલે સ્ટે.કમિટી બાદ મેયર બંગલે એક બેઠક યોજાઇ હતી, જેમાં મેયર આસિતભાઇ વોરા, સ્ટે.કમિટી ચેરમેન ભૂપેન્દ્રભાઇ પટેલ, મ્યુનિ. ભાજપ નેતા ગૌતમ શાહ તથા પક્ષના મોવડી સુરેન્દ્રકાકા તથા કૌશિક પટેલ પણ હાજર રહ્યા હતા. આજે મોડી સાંજે બજેટના સુધારાવધારાને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક યોજાઇ હતી. આવતીકાલે મળનારી સ્ટે.કમિટીમાં અંદાજે ૨૦૦થી ૩૦૦ કરોડના સુધારા સાથેના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવનાર છે.
ભાજપ કયા કામો સૂચવશે
મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં મ્યુનિ. ભાજપ દ્વારા અંદાજે ૨૦૦થી ૩૦૦ કરોડના વધારાના વિકાસકામો સૂચવાશે તેમાં લગભગ દરેક ર્વોડમાં ર્વોડ ઓફિસ, કોમ્યુનિટી હોલ, પાણીની ટાંકીઓ, પંપિંગ સ્ટેશનો, ગાર્ડન, છ સાત ફલાયઓવર બ્રિજ, જીમ્નેશિયમ, લાઈબ્રેરી, સ્નાન
વેરા મંજૂર કરાશે
મ્યુનિ. કમિશનરે સને ૨૦૧૨-૧૩ના અંદાજપત્રમાં પ્રોપર્ટી ટેકસમાં વધારો કરવાને બદલે વોટર અને કોન્ઝર્વન્સી ટેકસમાં નજીવો વધારો કરી મ્યુનિ. ની આવકમાં ૬૦ કરોડ જેટલો વધારો કરવાની દરખાસ્ત કરી છે. મ્યુનિ. ભાજપના હોદ્દેદારોએ પણ આવકના ટાંચા સાધનોને ધ્યાને રાખી મ્યુનિ. કમિશનરે સૂચવેલા નજીવા વધારાને સ્વીકારી લેવાની તૈયારી રાખી હોવાનુ જાણવા મળ્યું છે.