ફ્લાવર શોમાં જામ્યાં બ્લેક બામ્બુ, ઝીણાં ડેકોરેટિવ ફ્લાવર્સ
ગુજરાત રાજ્યના સૌ પ્રથમ ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે. જેમા દેશ-વિદેશના ફ્લાવરર્સ જોવા મળશે ફ્લાવર એક્ઝિબિશનમાં ફ્લાવરની સાથે બોન્સાઈ છોડ,બામ્બુ, ખાતરગાર્ડનિંગના સાધનો પણ ઉપલબ્ધ છે.
દેશની વિવિધ નર્સરીએ આ શોમાં ભાગ લીધો છે. જીપ્સી, પોપલર,બીગ બર્ડા, લીલીયમ ,ઓકીર્ડ જેવા ફ્લાવર્સ લોકોનું આકર્ષણનું ક્રેન્દ્વ બન્યા હતા. ગાર્ડનિંગમાં રસ ધરાવતા લોકો માટે અને તેના વિશે વધુ જ્ઞાન મેળવવા ઈચ્છતા હોય તેઓ ગાર્ડનિંગના સેમિનારમાં ભાગ લઈ શકે છે. ૨પ થી ૨૯ તારીખ સુધી ટાગોર હોલની પાછળ રિવર ફ્રન્ટની પાસે ફ્લાવર એક્ઝિબિશનનું સવાર ૯ થી સાજે ૯ સુધી યોજાશે.
એક્ઝિબિશનમાં બોગનવેલથી લઈને વિવિધ સુંદર ફ્લાવર્સનું પ્લાનટેશન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ભાગ લેવા કશ્મીરથી પણ લોકો આવ્યા છે. તેઓ કશ્મીરની બદામ અને કેસર લઈને આવ્યા છે.
ભરત મહેતા : ડિઝાઈનર
૧૮ જેટલાં ફ્લાવર્સ ખરીદ્યાં
ગાર્ડનિંગ અને પ્લાન્ટ્સનો મને શોખ છે. મારી ઓફિસ અને ઘરમાં બંન્નેમાં પ્લાનટ્રેશન માટે સારી જગ્યા છે. માટે મે અહીં થી મે ઓકીડ, બોગનવેલ, ક્રીપલ વ્હાઈટ, એસ્થર, , પીટીનીયા, વગેરે જેવા ફુલ થઈને આશરે ૧૮ જેટલા ફ્લાવર્સ ખરીદ્યા છે.