- અમદાવાદ સ્થિત સમસ્ત મહાજન દ્વારા ગૌસેવા આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરિયાનું બહુમાન
અમદાવાદ સ્થિત સમસ્ત મહાજન સંસ્થા દ્વારા 7મી ફેબ્રુઆરી, રવિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના ગુજરાત સરકારના ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.કથીરીયાએ કહ્યું હતું કે, સમસ્ત મહાજનની ગૌરક્ષા, ગૌસંવર્ધન, ગોચર વિકાસ, વૃક્ષારોપણ, જળસંગ્રહ, પશુઆવાસ અને જીવદયા પ્રવૃત્તિને કારણે ગુજરાત ગૌસંસ્કૃતિનું મોડેલ બનશે.સમસ્ત મહાજનની આ બેઠકમાં તેમના હસ્તે ગુજરાતની પાંજરાપોળો અને જીવદયાપ્રેમીઓને રુ.50 લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ, અશોકભાઈ શાહ, દેવેન્દ્રભાઈ જૈન સહિતના અગ્રણીઓ દ્વારા ગૌસેવા આયોગના અધ્યક્ષનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. (તસવીરઃ ભાસ્કર)
આપનો મંતવ્ય
ગૌસેવા માટે સમસ્ત મહાજન જેવી સંસ્થાઓ દ્વારા આવનારા સમયમાં કેવા પ્રકારની કામગીરી કરવી જોઇએ? કતલખાને લઇ જવાતા પશુઓને બચાવનારા જીવદયા પ્રેમીઓને રક્ષણ આપવાની સાથે શું તેમનું બહુમાન પણ કરવુ જરુરી નથી? આપ આ અંગે પોતાનો મંતવ્ય અહીં દર્શાવેલ ફીડબેક કોલમમાં લખીને જણાવો.