વાસણા નજીક ક્રાઇમ બ્રાન્ચે એક યુવાનને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પિસ્તોલ વેચવા માટે એક આર્મીના જવાને આપી હતી. આ સંદર્ભે આર્મી ઇન્ટેલિજન્સના સ્ટાફે પણ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો.
હાલ ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. ગત સપ્તાહે ક્રાઇમ બ્રાન્ચે શ્રેયસ બ્રિજ નજીકથી પરેશ ઉર્ફે પારસ સાગઠિયા (ઉં,૨૨)ની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન પારસે પોલીસને જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ તેના કૌટુંબિક બનેવી કિશન ઉર્ફે કરશનભાઇ ઝાલાએ તેને આ પિસ્તોલ વેચવા આપી હતી. કિશન ઝાલા અલહાબાદ ખાતે આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે.