Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » History Sheeter Of Dariyapur Wine Party

નબીરાઓની થીમઃ રાજા-રાણી બનો અથવા સફેદ કપડાં પહેરો

Bhaskar News, Ahmedabad | Apr 24, 2012, 00:57AM IST
નબીરાઓની થીમઃ રાજા-રાણી બનો અથવા સફેદ કપડાં પહેરો

દરિયાપુરનો હિ‌સ્ટ્રીશીટર મહેફિલમાં શું કરતો હતો?

ચિનાઈબાગના ફ્લેટ નંબર એ-૨-૧૦૨માં યોજાયેલી દારૂની મહેફિલના સ્થળે દરિયાપુરનો જૂનો હિ‌સ્ટ્રીશીટર અને કેટલાક આઇપીએસ અધિકારીઓ સાથે સંબંધ ધરાવનાર એ કુખ્યાત શખ્સ શું કરતો હતો..? આ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત સમાચારના અમમ શ્રેયાંસભાઈ શાહ સહિ‌ત ૪૧ યુવક-યુવતીઓ જે પાર્ટીમાં ઝડપાયાં હતાં તે પાર્ટીના સ્થળે દરિયાપુરની આ કુખ્યાત વ્યક્તિ હાજર હતી. તેથી લોકોમાં એવી ચર્ચા છે કે શું આ કુખ્યાત વ્યક્તિએ હર્ષ સતિષભાઈ શાહની પાર્ટી માટે દારૂની વ્યવસ્થા કરી આપી હતી..? જો કે આશ્ચર્યજનક સંજોગોમાં આ શખ્સ પોલીસ પહોંચે તે પહેલાં જ ત્યાંથી નીકળી ગયો હતો.

અટકમાં લેવાયેલાઓના પરિચિતો પૈકી કેટલાકનું કહેવું હતું કે પાર્ટીના સ્થળે દરિયાપુરનો એ ભેદી શખ્સ હાજર હતો. આ શખ્સને કેટલાક આઇપીએસ સાથે સંબંધ છે અને હાલમાં બિલ્ડર બની ચૂકેલો આ શખ્સ અગાઉ પોલીસનો બાતમીદાર પણ હતો. જો કે બપોરે ત્રણ-ચાર વાગ્યે પોલીસ પહોંચી તે પહેલાં આ શખ્સ અત્યંત ભેદી સંજોગોમાં ત્યાંથી નીકળી ગયો હતો. આ દરમિયાન પોલીસે પણ આ શખ્સની ભૂમિકા અંગે તપાસ હાથ ધરતાં અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.

રાજા-રાણી બનો અથવા સફેદ કપડાં પહેરો

હર્ષ શાહની પાર્ટીની થીમ કિંગ એન્ડ ક્વીન હતી. પાર્ટીમાં આવેલા ઘણા લોકો જુદા જુદા દેશોનાં રાજા-રાણી બનીને આવ્યાં હતાં. કોઈ થાઇલેન્ડના રાજાના વેશમાં હતું, તો કોઈ ચીનની રાણીના વેશમાં હતું. આવા સંજોગોમાં ગુજરાત સમાચારના અમમ શાહ રાજા તો બન્યા ન હતા, પરંતુ સફેદ રંગનાં કપડાં પહેરીને આવ્યા હતા. તેમની પત્ની બિનૌતીબહેન પણ સફેદ રંગના ડ્રેસમાં પણ સજ્જ હતાં. પ્રશ્ન એ હતો કે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં આવ્યા હોય તેવા દેખાતા મહેમાનો કેવી રીતે તે જ કપડાંમાં પોલીસની સાથે જાય, તેથી પોલીસે કપડાં બદલવા માટે સમય આપ્યો હતો.


Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 5

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment
(1)
Latest | Popular