Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Highcourt Stopped To Adani Groups MPSEZ 12 Units

અદાણી ગ્રૂપના એમપીસેઝના ૧૨ એકમો પર હાઇકોર્ટની રોક

Bhaskar News, Ahmedabad | Feb 15, 2013, 00:06AM IST
- પર્યાવરણની મંજૂરી વિના જ સેઝના એકમો ધમધમતા હોવાથી પીઆઈએલ
 
અદાણી ગ્રૂપના મુંદ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(એમપીસેઝ)માં પર્યાવરણની પૂર્વમંજૂરી વિના પાછલા બારણેથી ધમધમતા ૧૨ ઔદ્યોગિક એકમોની કોમર્શિ‌યલ પ્રવૃત્તિ અને ઉત્પાદન પર હાઇકોર્ટે એક આદેશ મારફતે રોક લગાવી દીધી છે. આ મામલે થયેલી જાહેરહિ‌તની અરજીમાં ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે અદાણીના એમપીસેઝ ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકાર સહિ‌ત તમામ ૧૨ ઔદ્યોગિક એકમોને પણ નોટિસ ફટકારી છે. કેસની વધુ સુનાવણી ૧પ દિવસ બાદ રાખવામાં આવી છે.
 
કચ્છના નવીનાલ ગામના વતની અરજદાર ગજુભા ભીમજી જાડેજાએ એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે હાઇકોર્ટ સમક્ષ જાહેર હિ‌તની અરજી કરીને એવા મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે,'કચ્છના મુંદ્રા ખાતે અદાણી ગ્રૂપના એમપીસેઝને એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન, ૨૦૦૬ મુજબ કોઇ પ્રકારની પર્યાવરણની પૂર્વ મંજૂરી મળી નથી. તેમ છતાંય અહીં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક એકમોને તેમની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે લીઝ પર જમીન ફાળવવામાં આવી છે. જો કે, કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયની પર્યાવરણની મંજૂર વિના લીઝ અપાવનાર કે લેનાર કોઇ પ્રકારનો વિકાસ, બાંધકામ કે કોમર્શિ‌યલ ઉત્પાદનની કામગીરી કરી શકે નહીં. જો કરે તો એ કાયદાની જોગવાઇઓનો ભગ ગણાય.’
 
વધુમાં એવા મુદ્દા રજૂ કર્યા હતા કે,'અગાઉ આવા જ મુદ્દે હાઇકોર્ટે ૯-પ-૧૨ના ચુકાદા મારફતે એમપીસેઝ અને તેમાં આવેલાં એકમોને કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ ડેવલપ કરવા કે બાંધકામ કરવા પર મનાઈ ફરમાવી દીધી હતી. તે હુકમમાં હાઇકોર્ટે ઠેરવ્યું હતું કે પર્યાવરણની મંજૂરી વિના કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિને પરવાનગી આપી શકાય નહીં. તેમ છતાંય હાલની સ્થિતિમાં પણ ૧૨ જેટલા એકમોએ પોતાની અલગ નીતિ અપનાવી છે અને પાછલા બારણેથી કામકાજ ચાલુ રાખ્યું છે. જેમણે પર્યાવરણ મંજૂરી માટેના નિયમને નેવે મૂક્યો છે અને દુર્ભાગ્યપૂર્ણ રીતે પ્રવૃત્તિઓ બંધ કરી નથી. એટલું જ નહીં કાયદાઓનો ભંગ કરીને સરેઆમ થઇ રહેલી પ્રવૃત્તિઓને ડેવલપમેન્ટ કમિશનરે અટકાવી પણ નથી. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે પણ આ પ્રવૃત્તિને ગંભીર ગણી હોય તેમ જણાતું નથી. તેથી આ મામલે ગૂનાઇત બેદરકારી સહિ‌તની કાર્યવાહી કસૂરવારો વિરૂદ્ધ કરવી જોઇએ.’ ખંડપીઠે અરજદારની રજૂઆતો પ્રથમ દર્શનીય રીતે મજબૂત હોવાનું લાગતાં તમામ પ્રતિવાદીઓને નોટિસ ફટકારી હતી.
 
હાઇકોર્ટનો અગાઉનો હુકમ :
 
કચ્છના મુંદ્રા તાલુકામાં અદાણી દ્વારા ઊભા કરાયેલા મુંદ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(એમપીસેઝ)ને જ્યાં સુધી કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગની એન્વાયર્નમેન્ટ ક્લીયરન્સ અંગેની મંજૂરી ન મળે ત્યાં સુધી એમપીસેઝ અને તેમાં આવેલાં એકમોને કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવા કે બાંધકામ કરવા સામે ગુજરાત હાઇકોર્ટે મનાઈ ફરમાવી હતી. જેમાં ઠેરવ્યું હતું કે,'તત્કાલ અસરથી મુંદ્રા ખાતેના સેઝ વિસ્તારમાં ચાલી રહેલાં તમામ બાંધકામને અટકાવી દેવામાં આવે. જ્યાં સુધી કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાયલની પૂર્વ પરવાનગી ન મળે ત્યાં સુધી કોઈ પણ કામગીરી આ વિસ્તારમાં કરવી નહીં.’
 
આ ૧૨ એકમોએ કાયદાનો ભંગ કર્યાનો રિટમાં દાવો
 
- આલ્સટ્રોમ ફાયબર કોમ્પોઝિટ પ્રા.લિ.
- આદી ગ્રૂપ
- એમ્પીઝર લોજિસ્ટિક પ્રા.લિ.
- અવેસ્ટા પ્રોસેસ ઇક્વિપમેન્ટ એન્ડ મોડયુલર
- આશાપુરા ગારમેન્ટ લિ.
- ટેરામ જીઓસિન્થેટિક્સ પ્રા.લિ.
- થેરામેક્સ લિ.(સેઝ યુનિટ)
- એસકાપ્સ ઇન્ડસ્ટ્રીઝ
- ઓઇલફિલ્ડ વેરહાઉસ એન્ડ સર્વિ‌સીઝ
- ર્ડોફ કેટલ સ્પેશિયાલિટી કેટાલિસ્ટ પ્રા.લિ.
- અંજની ઉદ્યોગ પ્રા.લિ.
- ઓરિએન્ટલ કાર્બન કેમિકલ્સ પ્રા.લિ.
 
પિટિશનમાં માંગવામાં આવેલી દાદ :
 
પર્યાવરણની મંજૂરી એમપીસેઝને ન મળે ત્યાં સુધી રિટમાં દર્શાવેલા ઔદ્યોગિક એકમોની કામગીરી બંધ કરો.
આ તમામ એકમોના બાંધકામને ડિમોલિશ કરવામાં આવે.
 
એમપીસેઝ અને આ એકમોની વિરુદ્ધ કાયદાના :
 
- ભંગ બદલ સિવિલ, ક્રિમિનલ સહિ‌તની અન્ય તમામ કાર્યવાહી કરવામાં આવે
- ડેવલપમેન્ટ કમિશનરને આદેશ કરવામાં આવે કે કોઇ પ્રકારનું ડેવલપમેન્ટ થાય નહીં.
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 6

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment