Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

એક યુવતી ૧૫ વખત કરતી હતી લગ્ન, થયો ભાંડાફોડ

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:42 PM [IST](09/02/2012)
 
 
 
 
 

- લગ્ન બાદ પતિનું ઘર લૂંટી જવાનું કાવતરું
- મોબાઇલ રેકોર્ડિંગથી ભાંડો ફૂટ્યો: ચાર યુવતીની ધરપકડ, એક મહિલા ફરાર
શહેરમાં લગ્નવાંચ્છુ યુવક પાસેથી ૬૦ હજાર રૂપિયામાં લગ્ન કરાવવાની લાલચ આપીને લગ્નબાદ યુવકને લૂંટી લેવાનો પ્લાન ઘડાયો હતો. યોજના મુજબ આ ગેંગે મુંબઇની એક યુવતી સાથે યુવકના લગ્ન કરાવી દીધા હતા. આ નવપરિણીતાએ લગ્ન બાદ તેના મુબઇસ્થિત સાગરીતને ફરાર થવા ફોન કર્યો પરંતુ તેણે જે મોબાઇલથી ફોન કર્યો તેમાં આ વાત રેકોર્ડ થઇ ગઇ હતી.

જેને સાંભળતાં યુવકના ભાઇએ પોલીસને જાણ કરી દેતા ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા પોલીસે લગ્ન વાંચ્છુઓ સાથે છેતરપિંડી કરતી આંતર રાજ્ય ગેંગની ૪ યુવતીને ઝડપી લીધી છે. આ ગેંગને ગુજરાતમાંથી ઓપરેટ કરતી મહિલા ફરાર થઇ ગઇ છે.

સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા મુકેશભાઇ ગઢવીનો મોટો દીકરો પ્રફુલ્લ માનસિક બીમાર હોવાથી તેના લગ્ન થતા નહતા, જેથી તેમના પરિવારે તેના લગ્ન બીજી જ્ઞાતિની યુવતી સાથે કરવાનું નકકી કર્યું હતું. આ દરમિયાન તેઓના સંપર્ક નરોડામાં રહેતી અને મેરેજ બ્યુરો ચલાવતી ૬૦ વર્ષની હંસાબહેન શાહ સાથે થયો હતો.

તેણે ગઢવી પરિવારને અનસૂયા અમરચંદાણી જાટ(૬૦ વર્ષ) સાથે મુલાકાત કરાવી હતી. તેણે જણાવ્યું હતું કે તેમની નજરમાં એક મુંબઇની યુવતી છે. ૪ ફેબ્રુઆરીએ હંસાબહેને મુકેશભાઇ અને પ્રફુલ્લને શ્વેતા ઉર્ફે જેનીફર ઉર્ફે પૂજા ફ્રાંસીસ મૂડે નામની યુવતી બતાવી હતી. જે પ્રફુલ્લને પસંદ આવતા અનસૂયાએ લગ્ન માટે ૬૦ હજાર નક્કી કર્યા હતા, જેના એડવાન્સ પેટે તેણે ૧૦ હજાર લઇ બીજી રકમના ઘરેણા કરાવી આપવા જણાવ્યું હતું.

૫ ફેબ્રુઆરીએ શ્વેતાની પીઠી હોવાથી અનસૂયા તેને મુકેશભાઇના ઘરે મૂકી ગઇ હતી. બીજા દિવસે ગઢવી પરિવાર શ્વેતાના લગ્નની નોંધણી માટે મિરઝાપુર કોર્ટ લઇ ગયો હતો. ત્યારે પ્રફુલ્લનો ભાઇ વરુણ તેનો મોબાઇલ ચેક કરી રહ્યો હતો જે સવારથી ગુમ હતો અને કલાકો બાદ મળ્યો હતો. આ ફોનમાં રેકોર્ડિંગ સિસ્ટમ હતી જે રેકોર્ડિંગ તેણે સાંભળતાં તેના હોશ ઊડી ગયા હતા.

આ ફોનમાં થયેલી વાતમાં શ્વેતાનો અવાજ હતો તે કોઇ શખ્સને કહી રહી હતી કે‘હું અમદાવાદમાં ગેમ બજાવવા આવી છું અને ગેમ બજાવીને શનિવારે નીકળી જઈશ. તેની સાથે બીજી યુવતી ભાવનગર ગેમ બજાવવા આવી છે. તું તેને અમદાવાદ રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં પહોંચી જવા કહી દેજે’.

આ સાંભળીને વરુણે મહિલા પીઆઇ ચેતના ચૌધરીને જાણ કરી હતી. જેથી પોલીસે છટકું ગોઠવીને લગ્નના રિસેપ્શનમાંથી જ શ્વેતાની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેની સાથે એક ૧૭ વર્ષની તરુણ યુવતી પણ આવી હતી જે ભાવનગરના એક યુવક સાથે આ રીતે છેતરપિંડી કરી લગ્ન કરવાની છે.

જેને પોલીસે આ પકડીને સાક્ષી બનાવી છે. પોલીસે આ રેકેટમાં સામેલ શ્વેતા, અનસૂયા, સના ઉર્ફે મેહઝબીન (ઉં.૨૫) અને માર્યા ઉર્ફે કમલા પેટ્રીસ (રહે.કલ્યાણ,મુંબઇની ધરપકડ કરી છે.

એક યુવતી ૧૫ વખત અલગ-અલગ યુવકો સાથે લગ્ન કરતી

રેકેટમાં પકડાયેલી શ્વેતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને લગ્ન બાદ જે ઘરેણાં યુવકોના પરિવાર તરફથી મળે છે તેમાં સૌથી મોટો હિસ્સો તેનો હોય છે. અત્યાર સુધીમાં તેણે ત્રણ લગ્ન કર્યા છે. પરંતુ પોલીસ એવું માની રહી છે કે આ રેકેટમાં સંડોવાયેલી યુવતીઓ અલગ-અલગ યુવકો સાથે ૧૫થી૧૭ વખત લગ્ન કરે છે. આ પ્રકારનું રેકેટ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.