શહેરમાં વહેલી સવારે ભારે ધુમ્મસને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
શિયાળાની સિઝનમાં પ્રથમવાર ભારે ધુમ્મસથી લોકો પરેશાન
શિયાળાની સિઝન દરમિયાન રવિવારે વહેલી સવારે શહેરમાં પ્રથમવાર ભારે ધુમ્મસને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાતાવરણમાં વાદળોનું પ્રમાણ વધતાં સવારે ૬થી બપોરે ૨.૦૦ કલાક દરમિયાન શહેરમાં ભારે ધુમ્મસનાં ઓળા ઉતરી આવતાં વાતાવરણ ધૂંધળું બન્યું હતું, જેને પગલે લોકોને વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી. (અમદાવાદ શહેરનો વહેલી સવારનો નજારો જોવા માટે આગળ ક્લિક કરો)