Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Exclusive Ahmedabad
 

અ'વાદ : કિશોરોનું ‘કાર’સ્તાન : ૧૨ વાહનોનો ખુડદો

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 3:05 AM [IST](16/12/2010)
 
 
 
 
 

- મેમનગરમાં હોન્ડા સિટીમાં નીકળેલા બે કિશોરોએ અકસ્માતની હારમાળા સર્જી
- ધો.૧૧માં અભ્યાસ કરતા બંને કિશોરો ટ્યૂશનના બહાને ગાડી લઈને નીકળ્યા હતા

મેમનગર લોયેલા સ્કૂલ પાસેથી વૈભવી હોન્ડા સિટી કાર લઈને પૂરઝડપે નીકળેલા શ્રીમંત પરિવારના બે નબીરાઓએ અકસ્માતોની હારમાળા સર્જીને નાના-મોટાં ડઝન વાહનોને અડફેટે લીધાં હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી. લોયેલા સ્કૂલ પાસે ભરબપોરે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનાથી રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

સ્ટેડિયમ રોડ કમલા સોસાયટીમાં રહેતા અને શાહપુર દરવાજા પાસે ઓટો પાર્ટ્સનો શોરૂમ ધરાવતા સુરેશભાઈ દેવનાનીનો દીકરો વિજય (ઉં.વ.૧૬) સોમલલિત સ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. વિજય વસ્ત્રાપુરમાં ટ્યૂશનમાં જતો હતો ત્યાં તેના મિત્ર અને તેની સાથે જ અભ્યાસ કરતા ચિંતન નિખિલભાઈ પટેલ (ઉં.વ. ૧૬, રહે.અભિયાન એપાર્ટમેન્ટ, લોયેલા સ્કૂલ પાસે, મેમનગર)ને પણ ટ્યૂશન ચાલુ કરાવાનું હોવાથી બુધવારે બપોરે વિજય પોતાની હોન્ડા સિટી કાર લઈને ચિંતનને લેવા આવ્યો હતો. ૪.૩૦ વાગ્યે બંને મિત્રો કારમાં બેઠા હતા ત્યારે ચિંતને કાર ચલાવવાની જીદ કરતાં વિજયે તેને કાર ચલાવવા આપી હતી.

કાર લોયેલા સ્કૂલ પાસે આવતાની સાથે જ ચિંતને એક રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલટી ખાઈ જતાં ચાલક રામજીભાઈ બામણિયા રિક્ષા નીચે દબાઈ ગયો હતો. આ ઘટનાથી ભયભીત બનેલા ચિંતને કાર રિવર્સ લેતાં નજીકમાં પાર્ક કરેલી શેવરોલેટ ક્રૂઝ કારના દરવાજાના ભાગે તેમની હોન્ડા સિટી અથડાવતાં ક્રૂઝ કારને ભારે નુકસાન થયું હતું.

જો કે એક્સાથે બે અકસ્માત થતાં ભયભીત બનેલો ચિંતન કારમાંથી નીચે ઉતરીને રફુચક્કર થઈ ગયો હતો, જ્યારે આ ઘટનાથી રોષે ભરાયેલા લોકો દોડી આવતાં વિજય બાજુની સીટ પરથી કૂદીને ડ્રાઇવર સીટ ઉપર આવી ગયો હતો અને કાર પૂરઝડપે લોયેલા સ્કૂલની બાજુની ગલીમાં હંકારી મૂકી હતી.

કેટલાક રાહદારીઓ કારનો પીછો કરી રહ્યા હોવાથી ટેન્શનમાં પૂરઝડપે કાર ચલાવી રહેલા વિજયે પલિયડનગર રોડ પરની શ્વેતાંબર સોસાયટીના ગેટ સાથે કાર અથડાવી દીધી હતી. ત્યાંથી વિજય ચાર રસ્તા ઉપર બસથી બચવા વિજયે કાર રોંગસાઇડમાં ઘુસાડી દેતાં કાર ડિવાઇડર સાથે અથડાતાં વિજયનો સ્ટિયરિંગ પર જરા પણ કંટ્રોલ નહીં રહેતાં તેની કારે શ્રીજી ટાવર બહાર પડેલી અલ્ટો કાર તેમજ અન્ય દ્વિચક્રી વાહનોને ટક્કર મારી અડફેટે લીધાં હતાં.

પંકચર પડ્યું હોવા છતાં વિજયે ૫૦થી ૬૦ મીટર સુધી કાર હંકારીને નજીકમાં પડેલી ચિલ્કાબહેન શાહની સ્વિફ્ટ કારને ટક્કર મારી હતી. વાહનચાલકોએ તેને પકડીને બરાબર ધોલાઈ કરી કાર ઉપર પથ્થરમારો કરી વિજયને યુનિ. પોલીસને સોંપી દીધો હતો.

ચાર દિવસ અગાઉ પણ વિજયનું બાઇક પોલીસે જપ્ત કર્યું હતું

વેપારીનો પુત્ર વિજય તા.૧૧મીએ હેલ્મેટ સર્કલ પાસેથી યામાહા બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. જો કે વિજય ૧૬ વર્ષનો હોવાથી તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું જ નહીં તેમજ બાઇકના કાગળ પણ ન હોવાથી યુનિ. પોલીસે તેનું બાઇક એમ.વી. એક્ટ-૨૦૭ મુજબ જપ્ત કરી હતી. જો કે ચાર દિવસ પછી પણ વિજય આરટીઓમાં દંડ ભરીને બાઇક છોડાવી ગયો નહીં હોવાથી હાલમાં પણ બાઇક યુનિ. પોલીસમથકમાં હોવાનું પીઆઇ વઘાસિયાએ જણાવ્યું હતું.

રિક્ષામાંથી કૂદી પડેલા વિદ્યાર્થીનો અદ્દભૂત બચાવ

ચિંતને સૌથી પહેલાં રામજીભાઈ બામણિયાની રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ રિક્ષામાં ધો.૧૧નો વિદ્યાર્થી પણ હતો. જો કે વિદ્યાર્થી રિક્ષાની બહાર કૂદી જતાં અદ્ભુત બચાવ થયો હતો, જ્યારે ચાલક રામજીભાઈ રિક્ષામાં દબાઈ જતાં લોકોએ રિક્ષા સીધી કરીને રામજીભાઈને બહાર કાઢ્યા હતા. જો અકસ્માત સમયે વિદ્યાર્થીઓ શાળામાંથી છુટતા હોત તો વધુ નુકસાન થયું હોત.

વિષ્ણુભાઈ રિક્ષા સીધી કરવા જતાં બચી ગયા

ચિંતને રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલટી ખાતાં નજીકમાં હાજર લોકો દોડી આવ્યા હતા, જેમાં નજીકમાં શેવરોલેટ ક્રૂઝ કાર સાથે ઊભા રહેલા વિષ્ણુભાઈ રબારીનો પણ સમાવેશ થાય છે. વિષ્ણુભાઈ રિક્ષા સીધી કરવા મદદ કરી રહ્યા હતા બરાબર તે જ સમયે ચિંતને તેમની ક્રૂઝ કાર સાથે અકસ્માત કર્યો હતો. સદ્નસીબે વિષ્ણુભાઈ નજીકમાં ઊભા નહીં હોવાથી તેઓ બચી ગયા હતા.

કારને ટો કરાવી સર્વિસ સ્ટેશનમાં મોકલી દીધી

વિજયની હોન્ડા સિટી કારથી અકસ્માતોની હારમાળા સર્જાઈ હોવાની જાણ વિજયે તેના મોટા ભાઈને કરી હતી, જેના આધારે તેમણે તાત્કાલિક કંપનીના માણસોને ઘટનાસ્થળે મોકલીને કાર ટો કરાવી લીધી હતી અને કંપનીના સર્વિસ સ્ટેશનમાં મૂકી દીધી હતી. જો કે અકસ્માતોની હારમાળા સર્જનારી કાર કબજે લેવાની હોવાથી પોલીસે સર્વિસ સ્ટેશનમાંથી કાર પાછી મગાવી હોવાનું યુનિ. પીઆઇ વઘાસિયાએ જણાવ્યું હતું.

વિજય અને ચિંતન વિરુદ્ધ પોલીસે બે ગુના નોંધ્યા

લોયેલા સ્કૂલ પાસે રિક્ષા અને ક્રૂઝ કાર સાથે અકસ્માત થયો તે સમયે ચિંતન કાર ચલાવી રહ્યો હોવાથી આ અંગે રિક્ષાચાલકની ફરિયાદના આધારે પોલીસે નાસી છુટેલા ચિંતન વિરુદ્ધ અકસ્માત અંગે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે, જ્યારે ચિંતને પણ કાર ચલાવી અકસ્માતોની હારમાળા સર્જતાં આ અંગે સ્વિફ્ટ કારના માલિક ચિલકાબહેન શાહની ફરિયાદના આધારે પોલીસે વિજયની ધરપકડ કરી છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.