આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસની તબિયતમાં સુધારો થયો છે, તેમ છતાં તકેદારીનાં ભાગરૂપે હજુ પણ એકથી બે દિવસ યુએન મહેતા હોસ્પિટલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે જો કે, હાલમાં તેમની તબિયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલનાં સુપરિ. ડો. એમએમ પ્રભાકરે જણાવ્યું હતું કે, આણંદમાં આરોગ્યમંત્રીનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતાં તેમને કરમસદની ક્રિષ્ના હોસ્પિટલમાંથી યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વ્યાસની તબિયત સુધારા પર છે.
તેમ છતાં તકેદારીનાં ભાગરૂપે વિવિધ મેડિકલ રિપોર્ટ કરાયા હતા. હાલમાં તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે, તેમજ પહેલાં જ દિવસથી તેઓ ભોજન લઇ રહ્યા છે. જો કે, હાલમાં તેમની તબિયત સારી છે, છતાં તેમનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હજુ પણ આગામી એકથી બે દિવસ તેમને હોસ્પિટલમાં રખાય તેવી શક્યતા છે.