ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે સવારે સિન્ડિકેટની બેઠક મળી રહી છે. જે અંતર્ગત આ બેઠકમાં સર્વાનુમતે બજેટ રજૂ કરાશે. જેમાં સ્પોટ્ર્સ ફેસિલિટી વધારવા ભંડોળ, યૂથ ફેસ્ટિવલના આયોજન માટે વધારાનું ભંડોળ સહિતની વિવિધ બાબતોને આવરી લેવામાં આવનાર છે.
આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ટાવરમાં આવેલા હોલમાં સિન્ડિકેટની બેઠક સવારે ૯.૩૦ પછી યોજાશે. આ બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીના બજેટને કેન્દ્રમાં રાખીને ચર્ચાવિચારણા બાદ સર્વસંમતિ સધાશે.
જે અંતર્ગત મુખ્યત્વે સ્પોટ્ર્સ ફેસિલિટી વધારવા બાબતે ભંડોળ, યૂથ ફેસ્ટિવલના આયોજન માટે વધારાનું ભંડોળ સહિતની વિવિધ મહત્ત્વપૂર્ણ બાબતોને આવરી લેતું વિદ્યાર્થી કેન્દ્રી બજેટ રજૂ કરાશે તેમ મનાય છે.