ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર-લાઈબ્રેરિયન સહિતની શૈક્ષણિક -બિન શૈક્ષણિક ૭પ જેટલી પોસ્ટ પર ભરતી માટેની કવાયતનો પ્રારંભ કરાયો છે. શિક્ષણ વિભાગની મંજૂરી મળતા રજિસ્ટ્રાર- લાઈબ્રેરિયનની ભરતી માટેની જાહેરાત વેબસાઈટ પર મૂકીને લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવાઈ છે.
યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની જગ્યા ખાલી છે. મુખ્ય લાઈબ્રેરીમાં ચીફ લાઈબ્રેરિયન તરીકે રમણભાઈ પટેલ નિવૃત્ત થવાથી તેમની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે.આ બન્ને મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી માટેની શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાંઆવી છે.
જ્યારે ઈએમઆરસીના ડાયરેક્ટરની પણ જગ્યા ખાલી છે. ઉપરાંત શિક્ષણ વિભાગની મંજૂરી બાદ અધ્યાપકો, સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર,પ્લેસમેન્ટ ઓફિસર, લેબોરેટરી આસિસ્ટન્ટ, કમ્પ્યૂટર પ્રોગ્રામર, કમ્પ્યૂટર ઓપરેટર સહિતની ૭પ જેટલી પોસ્ટ પર ભરતી થનાર છે.
વિવિધ પોસ્ટ પર ભરતીની મંજૂરી ટૂંક સમયમાં મળશે
યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર- લાઈબ્રેરિયનની ભરતી માટેની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે, પરંતુ બાકી રહેલી વિવિધ પોસ્ટ પર ભરતી માટેની શિક્ષણ વિભાગ તરફથી ૧૦ દિવસની અંદરની મંજૂરી મળે તેવી શક્યતા છે. જેના કારણે એપ્રિલ મહિના સુધીમાં તમામ ૭પ જેટલી પોસ્ટ પર ભરતીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે.