Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

IT ભરવામાં મુંબઇ-દિલ્હી માઇનસમાં,ગુજરાત નંબર વન

 
Source: Nimesh Khakharia, Ahmedabad   |   Last Updated 2:03 AM [IST](23/07/2011)
 
 
 
 
 

>> ઇન્કમટેક્સ ભરવામાં મુંબઇ-દિલ્હી માઇનસમાં
>> એપ્રિલથી જુનના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત ૨૪ ટકા પ્લસમાં
>> ગુજરાતે ગત વર્ષે રૂ ૨૪૧૯ કરોડ ભર્યા હતા આ વખતે રૂ ૩૦૦૮ કરોડ


દેશમાં એડવાન્સ ઇન્કમટેક્સ ભરવાના ગ્રોથ રેટમાં મેગા સિટીની સરખામણીમાં ગુજરાત નંબર વન સાબિત થયું છે. આશ્ચર્યની વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી, આર્થિક રાજધાની મુંબઇ અને આઇટી હબ બેંગલોર ગત નાણાકીય વર્ષની સરખામણીમાં આવકવેરો ભરવામાં માઇનસમાં છે ત્યારે ગુજરાતે ૨૪ ટકાનો માતબર ગ્રોથ મેળવ્યો છે. એપ્રિલથી જુન મહિના સુધીમાં પ્રથમ ક્વાર્ટરમાં ભરાયેલા ઇન્કમટેક્સના આ આંકડા સાબિત કરે છે કે ગુજરાતમાં સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે.

દિલ્હી ઇન્કમટેક્સ ભરવામાં ૭૨ ટકા માઇનસ, મુંબઇ ૨૮ ટકા અને બેંગલોર અઢી ટકા માઇનસમાં છે. અમદાવાદ સહિત ગુજરાત તરફથી ગત વર્ષે ૨૪૧૯ કરોડ રૂપિયા ટેક્સ ભરાયો હતો. જે આ વર્ષે વધીને ૩૦૦૮ કરોડ રૂપિયા થયો છે. જંગી રીતે ભરાયેલા ટેક્સ પાછળનું મુખ્ય કારણ નિકાસમાં વધારો. હીરા-ઝવેરાત ઉદ્યોગ તેમજ રિયલ એસ્ટેટનો ઉછાળો પણ કારણભૂત છે.

ઈન્કમટેક્સ વિભાગમાંથી મળેલા આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ગત નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ ગુડગાંવ અને નોઈડા જેવા ઔદ્યોગિક હબ ધરાવતા દિલ્હીમાંથી આવતાં ઈન્કમટેક્સમાં ૭૨ ટકાનો જ્યારે મોટા ઉદ્યોગગૃહો જ્યાં રજિસ્ટર્ડ ઓફિસ રાખીને ટેક્સ ભરે છે તે દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી આવતા ઈન્કમટેક્સમાં ૨૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સરખામણીમાં ઔદ્યોગિક રીતે ખૂબ ઝડપથી વિકસી રહેલા ગુજરાતમાંથી આવતા ઈન્કમટેક્સમાં ૨૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. આઈટી કેપિટલ તરીકે ઓળખાતા બેંગલોરમાંથી આવતા ઈન્કમટેક્સમાં પણ અઢી ટકાનો ઘટાડો નોંધાયો છે.

 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement

 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.