Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
ગુજરાતભરની આજની ટોપ ટેન તસવીરો...

Source: Divyabhaskar.com   |   Last Updated 3:25 AM [IST](02/09/2010)
 
|  

કૃષ્ણ તારા હજાર રૂપ, દરેક રૂપ મનમોહક: ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની અનોખી અને ભક્તિભાવપૂર્ણ ઉજવણી થાય છે. જન્માષ્ટમી નિમિત્તે ગુજરાતના વિવિધ શહેરોના તમામ મહત્વના ચોક અને રાજમાર્ગો ગોકુળિયા બન્યા છે. ક્યાંક કાલી નાગનું દમન કરતાં કૃષ્ણના દર્શન થાય છે. તો ક્યાંક મધુર અધરો પર બંસી ધરી અને મુરલીના નાદ રેલાવતાં સોહામણાં કૃષ્ણ નજરે પડે છે.

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકા સ્થિત જગત મંદિર અને ભગવાન દ્વારકાધીશને શણગારવામાં આવ્યાં છે. રાજ્યભરમાં ગુરુવારે ભક્તિભાવભર્યા વાતાવરણમાં જન્માષ્ટમીનું પર્વ ઊજવાશે.

આજે જન્માષ્ટમી છે. કૃષ્ણજન્મની ઉજવણી તો જાણે જોરશોરથી થશે જ પણ સાથે સાથે કૃષ્ણના પ્રિય સખા સુદામા પણ ન સાંભરે એવું તો કાંઈ બને? ઈ.સ.૧૬૪૯માં વડોદરામાં જન્મેલા રસ કવિ આખ્યાનકાર પ્રેમાનંદે ‘સુદામાચરિત્ર’માં બન્ને પ્રિય મિત્રો દ્વારિકામાં મળે છે ત્યારે બન્ને વચ્ચે બાળપણની તાજી થતી વાતોને પોતાના આખ્યાનમાં વણી છે. વિધિની વક્રતા અહીં એ છે કે એ વખતના સંવાદમાં માત્ર સુદામાને લાગુ પડતી વાત આજે કળિયુગના કૃષ્ણને પણ મહદ્ અંશે લાગુ પડી જાય છે. જન્માષ્ટમીના આગલા દિવસે સુરત શહેરની એક સ્કૂલમાં કૃષ્ણ-સુદામાની ભૂમિકા ભજવવા ભેગાં થયેલાં આ બાળકો ખાલી રૂમમાં હળવાશની પળો માણે છે, ત્યારે પ્રેમાનંદનાં આખ્યાન આજે પણ એટલાં જ સુસંગત લાગે છે. - તસવીર – મનોજ તેરૈયા
 
રાજકોટના લોકોને રંગીલા શું કામ કહેવામાં આવે છે તેનું પ્રમાણ આ તસવીર આપે છે. છેલ્લા પખવાડિયાથી સતત વરસતા વરસાદને કારણે રેસકોર્સના લોકમેળા મેદાનમાં પાણીના તળાવડા અને કાદવનું સામ્રાજ્ય છવાયું હતું. મેઘરાજાએ જાણે કે મેળા ઉપર પાણી ફેરવવાનો મનસૂબો ઘડી કાઢ્યો હતો, પરંતુ બુધવારે સહેજ ઉઘાડ નીકળ્યો ત્યાં તો મેદાનમાં સર્જાયેલી તમામ પ્રતિકૂળતાઓને હસતે ચહેરે હડસેલી ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ લોકમેળામાં ઉમટી પડ્યા હતા. રાત્રે સાડા નવ વાગે તો લોકમેળામાં દોઢ લાખની જનમેદની રંગત માણવા પહોંચી ગઈ હતી. - તસવીર: અનિરૂધ્ધ નકુમ
 
બુધવારે શીતળા સાતમ નિમિત્તે રાજકોટમાં ઉપલાકાંઠે આવેલ શીતળા માતાના મંદિરે હજારોની સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકોને લઇ દર્શનાર્થે ઊમટી પડી હતી. બપોરે તો એક સાથે વીસહજાર ભાવિકો એકત્ર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. – તસવીર - અનિરૂધ્ધ નકુમ
 
રાજકોટમાં કૃષ્ણ જન્મોત્સવની અનોખી અને ભક્તિભાવપૂર્ણ ઉજવણી થાય છે. જન્માષ્ટમી નિમિત્તે શહેરના તમામ મહત્વના ચોક અને રાજમાર્ગો ગોકુળિયા બન્યા છે. ચોકે-ચોકે કૃષ્ણ ભગવાનની જીવનલીલાને તાર્દશ્ય કરતાં ફલોટ્સ ગોઠવવામાં આવ્યા છે. ક્યાંક કાલી નાગનું દમન કરતાં કૃષ્ણના દર્શન થાય છે. તો ક્યાંક મધુર અધરો પર બંસી ધરી અને મુરલીના નાદ રેલાવતાં સોહામણાં કૃષ્ણ નજરે પડે છે. કલાકારોએ દિલ નીચોવી ને બનાવેલા આ ફલોટ્સ હજારો લોકોને આકર્ષી રહ્યા છે. - અનિરુધ્ધ નકુમ
 
જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જાણે કે કૃષ્ણજન્મની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો હોય તેમ ઘણી શાળાઓમાં બાળકો રાધા-કૃષ્ણના વેશ સજી ઊમટી પડ્યાં હતાં. તસવીરમાં મણિનગર ખાતે આવેલી કુમકુમ વિદ્યાલય ખાતે મટકીફોડ સહિતના સુંદર કાર્યક્રમોમાં રોમાંચિત થઈ ઊઠેલા બાળકો જણાય છે. તસવીર -કલ્પિત ભચેચ
 
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગુરુવારે ભક્તિભાવભર્યા વાતાવરણમાં જન્માષ્ટમીનું પર્વ ઊજવાશે. શહેરના ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીનો મનમોહક શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ તડામાર તૈયારી શરૂ કરવામાં આવી હતી. પૂર્વ સંધ્યાએ અનેક ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. તસવીર શૈલેષ સોલંકી
 
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકા સ્થિત જગત મંદિર અને ભગવાન દ્વારકાધીશને શણગારવામાં આવ્યાં છે. - તસવીર - ભાસ્કર
 
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકા સ્થિત જગત મંદિર અને ભગવાન દ્વારકાધીશને શણગારવામાં આવ્યાં છે. - તસવીર - ભાસ્કર
 
જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી દેશભરમાં ઊજવાઈ રહ્યો છે. તેનો લાભ લેવા એક મોબાઈલ કંપનીએ પોતાની જાહેરાત માટે એક અનોખું હોર્ડિંગ્સ બનાવ્યું છે. હોર્ડિંગ્સની અંદર જ પારણું મૂકીને નંદલાલને ઝૂલતા દર્શાવાયા છે. - તસવીર - ભાસ્કર
 
|  
 
Your Opinion

Code :
9 + 2

Advertisement
 
Valentines-Day
 
Top News

Bollywood

Cricket

Interesting News

Business

Religion

Most Read

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.