Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Girl Of Nirma University File Complaint Of Rape Ag

યુવતીએ ફેરવી તોળ્યું, 'માત્ર બોયફ્રેન્ડે રેપ કર્યો હતો'

Bhaskar News, Ahmedabad | Apr 18, 2012, 22:03PM IST
યુવતીએ ફેરવી તોળ્યું, 'માત્ર બોયફ્રેન્ડે રેપ કર્યો હતો'

ગેંગરેપના આક્ષેપ બાદ નિરમા યુનિવર્સિ‌ટીની યુવતીએ ફેરવી તોળી મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

સોમવારે રાત્રે ચાર યુવાનો વિરુદ્ધ  ગેંગરેપની ફરિયાદ  નોંધાવવા વકીલોના કાફલા સાથે સરખેજ પોલીસ સ્ટેશને પહોંચેલી નિરમા ઇન્સ્ટિ‌ટયૂટની વિદ્યાર્થિ‌નીએ મોડી રાતે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું. ગેંગરેપની વાતો કરી વકીલોની ભાષા  બોલતી આ યુવતી પોલીસના ચાર પ્રશ્નોમાં જ ભાંગી પડી હતી અને ફક્ત વિનય ગર્ગે તેની ઉપર  બળાત્કાર ગુર્જાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અગત્યની વાત તો એ છે કે આ યુવતી વિનય સાથે તેની મરજીથી જ રિર્સોટમાં ગઈ હોવાની તેણે અગાઉ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જ્યારે બળાત્કારના ગુનામાં પકડાયેલા વિનયે પોલીસ સમક્ષ એ વાતનો ઘટસ્ફોટ કર્યો છે કે તે બંને વચ્ચે છેલ્લા  આઠ માસથી પ્રેમસંબંધ હતો. આ કેસમાં પોલીસે મદદગારીમાં વિનયના મિત્ર શિવાની પણ ધરપકડ કરી છે. સીસીટીવી કેમેરા નહીં રાખનાર પોલીસે રોઝવૂડના માલિક ગોવિંદભાઈ માલધારી અને સંચાલક હિ‌રેન પુવાર વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદમાં આ યુવતીએ જણાવ્યું હતું કે વિનય નરેન્દ્રકુમાર ગર્ગ (કલ્પતરુપાર્ક, ઝુંડાલ) તેની સાથે નિરમા ઇન્સ્ટિ‌ટયૂટમાં આઇ.સી.માં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હોવાથી તેના પરિચયમાં હતી. થોડા સમય અગાઉ વિનયને પૈસાની જરૂર હોવાથી આ યુવતીએ તેના ઘરમાંથી ૩૦ ગ્રામની સોનાની બુટ્ટી સાથેનો હાર ચોરી કરીને તેને આપ્યો હતો.

ત્યારબાદ હાર પાછો આપવાની લાલચે યુવતીને રોઝવૂડ રિર્સોટમાં લઈ ગયો હતો. જ્યાં તેઓ રાત્રે નવ વાગ્યા સુધી વિનયના ત્રણ મિત્રો શિવો, અજુ અને નિકી સાથે બેઠાં હતાં. નવ વાગ્યે વિનયના ત્રણેય મિત્રો જતા રહ્યા હતા, જ્યારે હું અને વિનય રૂમ નંબર-૧૦૩માં રોકાયાં હતાં. લગભગ રાતે ૧૦ વાગ્યે સૂઈ ગયા બાદ મોડી રાત્રે ૩.૩૦ વાગ્યે મારી આંખ ખૂલતાં મારા શરીર ઉપર કપડાં ન હતાં અને મારા ગુપ્તાંગમાંથી લોહી નીંગળતું હતું, જે ચાદર ઉપર પણ પડયું હતું. મને ગુપ્તાંગના ભાગે અસહ્ય પીડા થતી હોવાથી મેં વિનયને કહ્યું કે તે મારી સાથે આ શું કર્યું, તેમ કહેતાં વિનયે કાતર કાઢીને ગળું કાપી નાખવાની ધમકી આપીને મારા માથાના વાળ કાપીને ડ્રોઅરમાં મૂકી દીધા હતા.

બીજા દિવસે સવારે ૯.૩૦ વાગ્યે વિનય રૂમને બહારથી લોક કરીને કોલેજ જવા જતો રહ્યો હતો અને સાંજે ૬ વાગ્યે શિવા બાબુસિંહ તોમર સાથે બાઇક લઈને આવ્યો હતો. ત્યાંથી બંને જણા મને બાઇક ઉપર ચાંદખેડા લઈ ગયા હતા, જ્યાં વિનયે મેડિકલ સ્ટોરમાંથી ગર્ભનિરોધક ગોળીઓ ખરીદીને મને ગળાવી દીધી હતી. ત્યાંથી તેઓ મને કાલુપુર રેલવેસ્ટેશને લઈ જવા નીકળ્યા હતા, પરંતુ પાલડી બસ સ્ટેન્ડ થઈ મોડી રાતે ૨ વાગ્યે મને એપીએમસી માર્કેટ છોડી મૂકી હતી. જ્યાં મેં વેજલપુર પોલીસની મદદ લીધી હતી, જેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાંથી મારાં માતા-પિતાને જાણ કરતાં તેઓ આવીને મને લઈ ગયાં હતાં.

પોલીસના આ પ્રશ્નોમાં યુવતી ભાંગી પડી હતી

તું વિનયને કેટલા સમયથી ઓળખે છે,તમારી વચ્ચે શું સંબંધ છે?
તું તારી મરજીથી હોટેલના રૂમમાં ગઈ હતી કે વિનય જબરજસ્તીથી લઈ ગયો હતો ?
જો તે જબરજસ્તીથી લઈ ગયો તો તે બૂમાબૂમ કેમ ન કરી?
હોટેલનો રૂમ રાખવા માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરવા તે તારું આઇકાર્ડ શા માટે આપ્યું?
રૂમમાં તમે બંને એકલાં હતાં ત્યારે પણ તે બૂમાબૂમ કેમ ન કરી?
ચારેય છોકરાઓએ તારી ઉપર બળાત્કાર ગુર્જાયો તેમ છતાં તે બૂમો ન પાડી?
ચારેય જણા તને લઈને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ફર્યા તેમ છતાં તે કોઈની પાસે મદદ ન માગી?
એક અઠવાડિયા પછી ફરિયાદ શા માટે કરવા આવી?

પોલીસને કયા પુરાવા મળ્યા?

-વિનય અને આ યુવતી રોઝવૂડ રિર્સોટમાં રૂમમાં ગયા હોવા અંગે બંનેએ રજિસ્ટ્રેશન માટે આપેલાં આઇ.ડી. પ્રૂફ છે.
-હોટેલના રૂમના ડ્રોઅરમાંથી યુવતીના કાપેલા વાળ મળ્યા છે. તે વાળ જે કાગળમાં લપેટીને મૂક્યા હતા તે કાગળ યુવતીની નોટબુકનો હતો, જેના ઉપર તેનો રોલ નંબર લખેલો હતો.
-લોહી તેમજ ર્વીયના ડાઘાવાળી રૂમની ચાદર પોલીસે પુરાવા તરીકે કબજે કરી છે.

નિરમા યુનિવર્સિ‌ટી દ્વારા બંને વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા

વિદ્યાર્થિ‌ની પર બળાત્કારની ઘટનામાં નિરમા યુનિવર્સિ‌ટી દ્વારા બનાવેલી કમિટીએ બે વિદ્યાર્થીઓને હાલ પૂરતા સસ્પેન્ડ કરી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ કેસમાં અંતિમ ચુકાદો આવ્યા બાદ કાયમી સસ્પેન્ડ કરવા અંગે નિર્ણય લેવાશે. નિરમા યુનિવર્સિ‌ટીની વિદ્યાર્થિ‌ની પર બળાત્કારની ઘટના બાદ આ જ સંસ્થામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા માટે છ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા બંને વિદ્યાર્થી વિનય ગર્ગ અને અજય જૈનના પેરેન્ટસને બોલાવ્યાં હતાં. જેમાં તેમનાં નિવેદનો લઇ ઘટના સમયે બંને વિદ્યાર્થીઓ ક્યાં હતા તેની માહિ‌તી મેળવી હતી. આ ઉપરાંત ઇન્સ્ટિટયુટ ઓફ ડિપ્લોમા સ્ટડીઝના પ્રિન્સિપાલનું નિવેદન પણ કમિટીએ નોંધ્યું હતું.

આઠ માસથી પ્રેમસંબંધ હતો : વિનય

વિનય ગર્ગે 'દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, તેના પિતા વાંકાનેરની કોરસ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જ્યારે અહીં તે માતા સાથે રહે છે. આ યુવતી અને મારી વચ્ચે આઠ માસથી પ્રેમસંબંધ હતો. અગાઉ પણ અમે એક વખત રોઝવૂડ રિસોર્ટના રૂમમાં ગયા હતા અને શરીર સંબંધ બાંધ્યો હતો. આટલું જ નહીં આ યુવતીએ મારી વિરુદ્ધ જે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે તે તદ્દન ખોટી છે. જો કે આ યુવતી જે હાર વિશે કહે છે તે વિશે પણ વિનય કશું જાણતો નહીં હોવાનું જણાવ્યું હતું.

યુવતી મરજીથી ગઈ હોવાનું કહ્યું હતું

આ કેસની તપાસ કરી રહેલા પીઆઇ એન.એસ. મલિકે જણાવ્યું હતું કે, તા.૧૧મીની મોડી રાત્રે ઘરે પહોંચેલી આ યુવતીના પિતાએ તા.૯મીના રોજ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે તા.૧૨મીએ આ યુવતી સરખેજ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા આવી હતી. જેમાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે હું મારી મરજીથી જ ગઈ હતી અને બે દિવસ સુધી કાલુપુર રેલવે સ્ટેશન ઉપર જ રહી હતી.  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 1

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment