નરોડા સૈજપુર બોઘા કૈલાસનગર રો હાઉસ મકાન નંબર-૧૭ માં રહેતા ૬૦ વર્ષના વયો વૃદ્ધ સુશીલકુમાર કિશનલાલ શર્માના મકાનમાં શનિવારે સમી સાંજે ગેસનો બાટલો લીક થવાથી આગ લાગી હતી. જોતજોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા ઘર વખરી તેમજ સર સામાન ભસ્મીભૂત થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતા સ્થાનિક મ્યુ.કાઉન્સિલર ક્રિષ્નાબહેન ઠાકર દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા જવાનો દોડી આવ્યા હતા અને આગ બૂઝાવી હતી. વધુમાં આ અંગે ક્રિષ્નાબહેને જણાવ્યું હતું કે આ મકાનમાં સુશીલકુમાર તેમના પત્ની અને ડિવોર્સી દીકરી સાથે રહેતા હતા. તેમના મકાનમાં લાગેલી આગમાં ભારે નુકસાન થયું હતું.