DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
ફાધર્સ ડે સ્પેશિયલ: પિતાના નહીં, પોતાના પગલે
Chirantna Bhatt, Chaitali Bhagat, Ahmedabad
| Jun 17, 2012, 02:45AM IST

પિતાની આભા થોડી નડી, મદદ પણ મળી
ઘટાટોપ વડ હોય ત્યારે વડવાઇઓ આંખે ઉડીને વળગે પણ આ જ વડના ટેટા ઘેઘુર વડલા પર પોતાની લાલ ચટક ઓળખાણ ખડી કરતા હોય છે. 'ફાધર્સ ડે’ ના રોજ શહેરની એવી કેટલીક પ્રતિભાઓને મળીએ જેમણે પિતા રૂપે ઘરમાં માત્ર પપ્પા નહીં પણ જ્ઞાન સંસ્થાન મેળવ્યા. પિતા પ્રતિભાશાળી હોય ત્યારે સંતાનને એ તેજપુંજમાંથી પ્રેરણા સાથે પોતાના અસ્તિત્વને ઘડવાનો પડકાર પણ મળે. જે કોન્ફ્લીક્ટ ધીરુભાઇ અંબાણી કે અમિતાભ બચ્ચનના સંતાનોને થયા હશે તેવા શહેરના કેટલાક ઘરોમાં પણ થયા હશે. રજૂ છે તેમની વાતો.
એસ્થર ડેવિડ: કલ્ચરલ એક્સપર્ટ-લેખક
સ્ત્રી સ્વાતંત્ર્યના મુદ્દે અમારે હતાં મતમતાંતર
'સિંહ અને વાઘ વચ્ચે મારું બાળપણ વિત્યું. નાની હતી ત્યારે ક્યારેક ગુંગળામણ થતી કે બીજાઓ જેવી ર્નોમલ લાઇફ નથી મારી.ડેડીને લખવાનો શોખ હતો, એ લાકડાના સ્કલ્પચર પણ બનાવતા. સ્ત્રી સ્વાતંત્ર્યને મુદ્દે અમારા વિચાર જુદા પડતા. લડી લેવું, હસતા રહેવું, લોકોને દર્દની જાણ ન થવા દેવી એ હું એમની પાસેથી શીખી. કેન્સરને કારણે ડેડીનો અવાજ ચાલ્યો ગયો ત્યારે હું એમનો અવાજ બની. હું આગવી ઓળખ સ્થાપી શકી કારણકે તેમણે મને ઉડવાની મોકળાશ આપેલી.’
અનુજ અંબાલાલ: ડિઝાઇનર - એ ક્યુબ ઇનર્કોપોરેટેડ
તેમની સેન્સ ચકિત કરતી, ડરાવતી
'પહેલા પપ્પા અને પછી આર્ટિસ્ટ એ રીતે જ મેં તેમને જોયા છે. એમની એસ્થેટિક્સ સેન્સ મને ચક્તિ કરતી રહી છે. મેં મારું કામ શરુ કર્યું ત્યારે, ' પપ્પા આ કામને કઇ રીતે મુલવશે?’નો સવાલ સતત થયા કરે. તેની કામમાં અસર પડતી. એક તબક્કે કોન્શ્યસલી મેં એવો વિચાર લાવવાનું બંધ કર્યું. આમ મારી એસ્થેટિક સેન્સ હું પારખી શક્યો.’
વિવેક દેસાઇ: ડિરેક્ટર, નવજીન
પિતાના શેડોમાં જીવનનું એપર્ચર સેટ
'દાદા અને પિતા બંને ગાંધીવાદી પણ ક્યાંય એ 'વાદ’ મારી પર ન થોપાયો. પત્રકારત્વ ભણ્યો, ફોટોગ્રાફી કરતો થયો પણ પુસ્તકો વચ્ચે ઉછર્યો હતો. પિતાના શેડોમાં લાઇફનું એપર્ચર સેટ કરી શક્યો. એમના ગયા પછી નવજીવનની જવાબદારી આવી. નક્કી કરેલું કે જ્યાં પિતાએ છોડયું ત્યાંથી નવા આયામો તરફ વધવાનું છે. પિતા સાથે કોલ્ડ વોર ચાલતી કેમ કે મારા 'ફાસ્ટ’ સજેશન્સ એમને પચતા નહીં.’
મહિલાઓની અપેક્ષાઓ અને ફાધરહૂડની ઝીણીઝીણી બાબતો
ફાઘરહૂડનાં સેલિબ્રેશનમાં સિટી ભાસ્કરે જાણ્યુ બિઝી ફાધર્સ પોતાના ટાઈટ શેડયુઅલમાંથી કઈ રીતે બેસ્ટ ફાધર બન્યા છે. 'પપ્પા થોડા વધુ પ્રેક્ટીકલ છે કારણકે તે પુરુષ છે’ તેમ માની લેવાય છે. મમ્મીનું ઈમોશનલ અટેચમેન્ટ અલગ જ હોય.’ આવુ આપણે સાંભળવા મળતું રહે. જ્યારે અમદાવાદી સફળ મહિલાઓને પૂછયું કે શું તમારા પતિ એક ફાધર તરીકે બેસ્ટ છે ? તમે જેવા વિચાર્યા હતા તેવાં બેસ્ટ ફાધર છે? ત્યારે જાણવા મળી આ મહિલાઓની અપેક્ષાઓ અને ફાધરહૂડની ઝીણીઝીણી બાબતો.
હા..આ છે બેસ્ટ ફાધર
આરતી, સૌમિલ અને એશા મુન્શી
આરતી જણાવે છેકે મારા હસબન્ડ હુ વિચારુ છુ તેના કરતા ઘણાં મેચ્યોર છે. એશા માટે તે ઘણું વિચારે છે. સૌમિલ પાસે કામના કારણે ક્યારેક સમય નથી હોતો પણ જેટલો સમય મળે ત્યારે તે પૂરતો આપી દે છે. ઘરમાં પહેલું એ.સી પણ દિકરીના રૂમમાં મૂકાવ્યુ હતું.
દૃષ્ટિ, નીતી અને ભરત પટેલ
અધ્યાપિકા દૃષ્ટિ પટેલ જણાવે છેકે લગ્નના ઘણા વર્ષ પછી દીકરીનો જન્મ થયો ત્યારે અમે યુએસ હતા. ફેમિલી ત્યાં નહોતુ. ત્યારે મમ્મી અને પપ્પા બંન્નેની ભૂમિકા મારા હસબન્ડે જ નિભાવી છે. ટાઈટ શેડયુઅલને લીધે રાત્રે મોડુ થતું ત્યારે દીકરીની બધી જ સંભાળ ભરતે જ રાખી છે.
રન્ના, સમય, તાન્યા, નયન પરીખ
આકીર્ટેક્ટ રન્ના જણાવે છે કે કલ્પના કરી હોય કે હસબન્ડ ફાધરની ભૂમિકામાં આવા હોવા જોઈએ. નયન એ કલ્પના કરતા ઘણા આગળ છે. પ્રેમથી સમજાવવામાં તે હોશિયાર છે. પિતા કરતાં ફ્રેન્ડ તરીકે તેઓ વધુ રહે છે. તે એકદમ સ્ટ્રીક નથી પણ તેમને પોતાની વાત મનાવતા આવડે છે.
પિતાએ આપી સંઘર્ષની પ્રેરણા
પિતા માટે માત્ર એક જ દિવસ શા માટે? આ જ કારણે હું ફાધર્સ ડે પર વિશ્વાસ કરતો નથી. મારા માટે વર્ષનો દરેક દિવસ ફાધર્સ ડે છે. મારી આખી જિંદગી હું મારા પિતાના પ્રભાવમાં રહ્યો છું. હું જ્યારે પણ કોઇ સમસ્યામાં ફસાતો, ત્યારે હું તેમની જ સલાહ લેતો. ત્યાં સુધી કે હું પોતેપિતા બન્યો છતાં પણ તેમની જ સલાહ લેતો. હું જ્યારે પણ એમને કોઇ કામ નહીં થઇ શકે કે અઘરૂ લાગે છે તેવું કહેતો ત્યારે તે કહેતા કે બેટા, તું જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તો મુશ્કેલીઓ આવશે જ. જિંદગીનું બીજું નામ જ સંઘર્ષ છે.
એમની આ એક સલાહને કારણે જ આજે હું આટલો આગળ આવી શકયો છું. બોફોર્સ મામલામાં જ્યારે મારા અને મારા પરિવાર આક્ષેપો લગાવાયા, ત્યારે મને યાદ છે કે તેમણે મને પુછ્યું હતું કે તે કંઇ ખોટું તો નથી કર્યું ને? આ પછી તેમણે ક્યારેય આ વાતનો ઉલ્લેખ નથી કર્યો. પણ મને લાગ્યું કે તેમને મારા પર વિશ્વાસ છે છતાં તેમણે મને આ સવાલ કર્યો. મારે મારી જાતને નિર્દોષ કરવા માટે લડવું જોઇએ. બસ, આ જ વાતે મને લડાઇ લડવા પ્ર્રેયો. આ મામલામાં હું નિર્દોષ સાબિત થયો તેની મને ખૂશી છે પણ સાથે સાથે જે આટલા વર્ષો મેં ગુમાવ્યા તે હું કોઇ દિવસ ભૂલી શકું તેમ નથી.--- અમિતાભ બચ્ચન
સૌથી પહેલાં સીન પૂરો કરવો છે
હું મારા પિતા પાસેથી ઘણું શીખ્યો છું. જેમકે, તેમનો ગુસ્સો, ખંત અને તેમની માફ કરી દેવાની આદત. આ વાત હું તેઓ અમારી વચ્ચે ન રહ્યા પછી સમજ્યો. અમારા વચ્ચે હુંફળા સંબંધ નહોતા. ભૂલ મારી જ હતી. કિશોરાવસ્થાથી યુવાની સુધીમાં મેં જે ભુલો કરી તે કોઇથી છુપું નથી. આની મોટી કિંમત મારા પિતાએ પણ ચૂકવી છે. તેઓ વધુ સમય નહોતા આપી શકતા. એવું નહોતું કે તેમને મારા માટે પ્રેમ નહોતો.
અમારી બંને વચ્ચેના સંબંધમાં 'મુન્નાભાઈ’ના નિર્માણમાં વળાંક આવ્યો હતો. ફિલ્મના એક દૃશ્યમાં તેમણે નજીક આવી મને ગળે લગાડયો હતો, ત્યારે અમે બંનેએ અનુભવ્યું કે અમે બંને એકબીજાની ખૂબ જ નજીક છીએ. એ સમયે તેઓ અકસ્માતને લીધે ઇજાગ્રસ્ત હતા. વિધુ વિનોદ ચોપડાએ તેમને ઘરે જઈને આરામ કરવા કહ્યું હતું, પરંતુ તેમણે એના માટે સ્પષ્ટ ના પાડી અને સીન પૂરો કર્યો હતો. --- સંજય દત્ત





